Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

સતાપરના યુવાનનું ઝેરી દવાની અસરથી મૃત્યુ

જુગાર રમતા પ૪ પકડાયા : ૯ સ્થળે દરોડા

જામનગર, તા. ૧૯ :  જામજોધપુરમાં કોન્સ. રાકેશભાઇ ભનાભાઇ ચૌહાણ એ જાહેર કરેલ છે. કે વિજયભાઇ બાબુભાઇ રાઠોડ (ઉ.ર૮) રે. સતાપર બાવાળા દવા છાંટતા અથવા દવા પી જતા જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવતા મરણ ગયેલ છે.

રણજીતનગર શાકમાર્કેટ પાસે જુગાર

અહીં સીટી સી પોલીસ સ્ટેશનમા઼ હરપાલસિંહ મેરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, રણજીતનગર, શાકમાર્કેટમાં મંદિર પાસે મહેન્દ્રસિંહ જીલુભા ઝાલ, સંદિપભાઇ ઇશ્વરભાઇ સોરઠીયા, નયનાબેન બાબુભાઇ ચકુભાઇ રાઠોડ, ચંદ્રિકાબેન હસમુખભાઇ ભટ્ટ સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રૂ. ર૬,પ૦૦/- સાથે ઝડપાઇ ગયેલ છે.

ઇંગ્લીશ દારૂની બોટલ  સાથે બે ઝડપાયા : બે ફરાર

અહીં સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાહુલભાઇ ઇશ્વરભાઇ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, ભીમવાસ શેરી નં.ર પાસે વિજયભાઇ લાલજીભાઇ પરમાર, એટીવા જેના રજી. નં. જી.જે. ૧૦-સી.ડી. ૯૪૯૪ માં દારૂ બોટલ નંગ-૩ કિંમત રૂ. ૧પ૦૦/- તથા એકટીવા જેની કિંમત રૂ. ૩૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે જાહેરમાં નીકળતા ઝડપાઇ ગયેલ છે. દિનેશભાઇ ભરતભાઇ પરમાર, દારૂનો જથ્થો પુરો પાડી એકબીજાની મદદગારી કરી ફરાર થઇ ગયેલ છે.

અહીં સીટી-બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે પુનીતનગર શેરી નં.ર, ગરબી ચોક, જામનગરમાં યશપાલસિંહ ચંદ્રસિંહ જાડેજા દારૂની કંપની શીલબંધ બોટલ નંગ-૧ કિંમત રૂ. પ૦૦/- સાથે ઝડપાય ગયેલ છે. રવીરાજસિંહ ઉર્ફે રવલો તરબુચ કીરીટસિંહ જાડેજા, ફરાર થઇ ગયેલ છે.

ગોકુલનગરમાં જુગાર

અહી સીટી સી. પોલીસ સ્ટેશનમાં કોન્સ. ગોરધનભાઇ વાલજીભાઇ ચાવડાએ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલનગર, પાણખાણ શેરી નં. પ માં રહેતા માલદેભાઇ મસરીભાઇ ચાવડાના ઘર પાસે રાધાબેન ઉર્ફે કનુબેન ભીખુભાઇ ભવાનભાઇ વઢરુકીયા, કનુબેન બાબુભાઇ ખટાવરા, મલુબેન પ્રવિણભાઇ ચાવડા, હંસાબેન ઉર્ફે ચંપાબેન લીંબળ, બુધ્ધીબેન વરવાભાઇ ચાવડા,  અરજણભાઇ કરણાભાઇ ચાવડા, આલાભાઇ ઉર્ફે કાનો વરવાભાઇ ચાવડા, પ્રવિણભાઇ વરવાભાઇ ચાવડા,  પ્રવિણભાઇ વરવાભાઇ ચાવડા, જુગાર રમતા રૂ. ૧૦૭૯૦ ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે.

શેઠવડાળા ગામે જૂગાર

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભયપાલસિંહ સહદેવસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ખીમજીભાઇ ગોવિંદભાઇ વાઘેલા, અજીતભાઇ દુદાભાઇ પંચાલ, જાહેશ કરશનભાઇ મકવાણા, રાજેશભાઇ ચનાભાઇ બયવાર, લખાભાઇ લખમણભાઇ ડાંગર, દેવાભાઇ વાઘેલાના ઘર સામે જાહેરમાં જૂગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રૂ. ૧૦ર૩૦ ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે.

ચંદ્રાગા ગામે જૂગાર

અહીં પંચ બી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સુરેશભાઇ રામદેભાઇ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, ચંદ્રાગા ગામે દલીત સમાજની વાડીના ગેઇટ પાસે રાણાભાઇ નાથાભાઇ પરમાર, વિજયભાઇ દાનાભાઇ પરમાર, જાહેર સ્ટ્રીટ લાઇટના અજવાળે રૂ. ૧૦૬૦ ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે. ધનાભાઇ કાબાભાઇ પરમાર ફરાર થઇ ગયેલ છે.

લાલપરમાં જૂગાર

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભીખુભાઇ પાંચાભાઇ મોરીએ ફરીયાદ નોંધાવી છે કે, ધરારનગર સહીદી હોટલની બાજુમાં આવેલ વડના જાડ નીચે લાલપુરમાં દિનેશ પરપતભાઇ પીગળ સુર, કારાભાઇ વાલાભાઇ ગોહીલ, મહેબુબ ઉર્ફે ભુરો ઓઢાભાઇ નોતીયાર, ભાણજીભાઇ દાનાભાઇ મકવાણા, રમેશભાઇ જેઠીભાઇ શ્રીમાળી, હમીરભાઇ હીરાભાઇ ગોહીલ, અતુલભાઇ અમુભાઇ સાગઠીયા, રોનપોલીસ નામનો જૂગાર રમી રમાડી પૈસાની હારજીત કરી અંગે જડતી તથા પટના મળી કુલ રોકડા રૂ. પપ૬૦ સાથે ઝડપાઇ ગેલ છે.

કાલાવડમાં જુગાર

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સહદેવસિંહ હકુભા જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે ટાઉન હોલપાસે કાલાવડમાં સીંકદર અસરફભાઇ પઠાણ અમીરખાન અશરફખાન પઠાણ, મોશીન અશરફભાઇ પઠાણ, શીરાજ હનીફભાઇ સોરા, મહેબુબ હુશેનભાઇ સમા, મહમદ રફીક અશરફભાઇ લદી, સમીર હાયમભાઇ થેયમ રૂ. ૧૦૦પ૦ તથા મોબાઇલ  ફોન ૪ જેની કિંમત રૂ.૯પ૦૦ મળી કુલ રૂ. ૧૯પપ૦ ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે. આરોપી શાહરૂખ નઝીર ચૌહાણ ફરાર થઇ ગયેલ છે.

હાપા રેલ્વે કવાર્ટસ પાસે જુગાર

પંચ એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઇ બી.ગાગીયાએ ફરીયાદ નોંધાવી છે કે, હાપા રેલ્વે કવાર્ટસ પાછળ ભરતભાઇ ઘોઘાભાઇ ઉધરેજા, પ્રકાશભાઇ બાબુભાઇ કાનગડ, દિવ્યેશભાઇ રમેશભાઇ જોગડીયા, મનીષભાઇ ઝંજુવાડીયા, સંજયભાઇ છગનભાઇ દેત્રોજા, દર્શનભાઇ અશોકભાઇ વાઘેલા, શૈલેષભાઇ પ્રવિણભાઇ ઉધરેજા, જયરાજભાઇ ભરતભાઇ ઉધરેજા, હરેશભાઇ ઉમેશભાઇ ખાત્રા, યોગેશગીરી જગદિશગીરી ગોસાઇ, હિતેશગીરી જગદીશગીરી ગોસાઇ, જુગાર રમી રમતા રોકડા રૂ.૬,પપ૦ ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છ.ે

ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં જુગાર

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહિપતસિંહ હરીસિંહ સોલંકીએ ફરીયાદ નોંધાવી છે. કે માર્કેટીંગ યાર્ડ ધ્રોલમાં દેવશભાઇ ટપુભાઇ મુંગરા, ભરતભાઇ નાગજીભાઇ ગમારા, નરેન્દ્રસિંહ બાલુભા જાડેજા જાહેરમાં તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમાડી રોકડા રૂ.ર૪,૦૦૦ તથા મોટરસાયકલ બે કિંમત રૂ.૩૦,૦૦૦ ના મળી કુલ મુદામાલ કિંમત રૂ.પ૪,૦૦૦ સાથે રેઇડ દરમ્યાન ઝડપાઇ ગયેલ છે તથા આ કામના અન્ય આરોપીઓ વિનુભાઇ ડાંગર, ગોરાભાઇ કુંભાર , હનિફઇભા તથા એક અજાણ્યો શખ્સ ફરાર થઇ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:06 pm IST)