Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

જુનાગઢ યાર્ડ-કારખાનાઓમાં ચોરી કરનાર ૩ ઝડપાયાઃ ૫૪ ગુન્હાનો ભેદ ઉકેલાયો

જુનાગઢ ક્રાઇમ બ્રાંચને મહત્વની સફળતાઃ ૪ વર્ષથી ઘરફોડ ચોરી કરતા'તાઃ રૂ.૧૨.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત

જુનાગઢ તા.૧૯: જુનાગઢમા માર્કેટીંગ યાર્ડની ૧૧ દુકાનોમાંથી રૂ.૨૩.૩૭ લાખ તથા અને ફેકટરીઓ સહિતમાં ચોરી કરનાર તસ્કર ગેંગના ૩ શખ્સોને ઝડપી લઇને ૫૪ ગુન્હાનો ભેદ ઉકેલાવમાં જુનાગઢ ક્રાઇમ બ્રાંચની ટીમની સફળતા મળી છે.

જુનાગઢ રેન્જના વડા શ્રી સુભાષ ત્રિવેદીની સુચના થી જુનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રીસૌરભ સિંઘએ અંગત રસ દાખવી બનાવ સ્થળની જાતેથી મુલાકાત કરી પોતાના નીગરાણી હેઠળ જુનાગઢ ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.જી.જાડેજાના નેતૃત્વ હેઠળ તથા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ તથા જૂનાગઢ સ્પેશ્યલ ઓપરેશન ગૃપ તથા જૂનાગઢ શહેરએ ડીવીજન પો.સ્ટે.ના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી વ્હેલામાં વ્હેલી તકે આ ગુન્હો અનડીટેકટ હોય.જે ડીટેકટ કરી આરોપીઓને પકડી પાડી મુદામાલ રીકવર કરવા સુચના કરતાં આ કામે બનાવ સ્થળ નજીકમાં આવેલ સી.સી.ટી.વી.ના ફુટેજો મેળવી તેનુ અવલોકન કરવામાં આવેલ. તેમજ ખાસ ટેકનીકલ ટીમની મદદ મેળવી આ ગુન્હો વ્હેલી તકે શોધી કાઢવા પોલીસ દ્વારા અથાક પ્રયત્નો હાથ ધરતાં જાણવા મળેલ કે, આ બનાવને બે અજાણ્યા ઇસમોએ અંજામ આપેલ છે.

જેથી આ દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરતાં જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચના ઇચા.પો.ઇન્સ.આર.કે.ગોહિલ તથા ડીટેકશન સેલના પો.સ.ઇ. ડી.એમ.જલુ તથા પો.સ્ટાફને સંયુકતમાં ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ હકિકત મળેલ કે, આ ગુન્હાને અંજામ આપનાર બે ઇસમો સ્પેલન્ડર મો.સા.નંબર ૧૬૭૬ માં મજેવડી ગામથી માખીયાળા ગામ થઇ વડાલ ગામથી જેતપુર તરફ જવાના છે. જે હકિકત આધારે એલ.સી.બી. એસ.ઓ.જી. તથા એ ડીવી પો.સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી વડાલથી માખીયાળા ગામ તરફ જતાં રેલ્વે ફાટકથી આગળ વળાંક ઉપર વોચ ગોઠવતાં ઉપરોકત વર્ણન વાળા મો.સા. ઉપર (૧) મુકેશ ઉર્ફે મુકો વલ્લભભાઇ ભારથીભાઇ રાજાણી તથા (૨)ભરતભાઇ બચુભાઇ મોહનભાઇ રહે.બન્ને જેતપુર વાળાઓને રોકડ રકમ તથા પીળી ધાતુના દાગીના સાથે મળી આવતાં બન્ને ઇસમોને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પુછપરછ કરતાં ગુન્હાની હકિકત જણાવતા ઉપરોકત ગુન્હાના કામે બંન્ને ઇસમોને ધોરણસર અટક કરેલ. અને તે બન્ને ઇસમોની સાથે ચોરીઓ કરવામાં સામેલ ઇસમ સોમા ઉર્ફે સોમલ ઉર્ફે ભોજો સ/ઓ ભાણજીભાઇ જીવરાજભાઇ પરમાર રહે. મજેવડી વાળાને તેનાં ઘરેથી પકડી પાડી ધોરણસરની હાથ ધરેલ છે.

મુકેશ ઉર્ફે મુકો સ/ઓ વલ્લભભાઇ ભારથીભાઇ રાજાણી દેવીપૂજક ઉ.વ.૩૮ ધંધો, મજુરી રહે. જેતપુર ગણેશ સોસાયટી, મુળ ગામ-સાતપડા તા. ગારીયાધાર.

ભરતભાઇ સઊઓ બચુભાઇ મોહનભાઇ સુરેલા કોળી (ઉ.વ.૩૦) ધંધો મુજરી રહે. મુળ ગામ -મજેવડી, પીપરડી સીમમાં વાડામાં હાલ રહે. જેતપુર બળદેવવધાર, કેનાલ પાસે, મોહન કોળીના મકાનમાં ભાડેથી સોમા ઉર્ફે સોમલ ઉર્ફે ભોજો સ/ઓ ભાણજીભાઇ જીવરાજભાઇ પરમાર કોળી ઉ.વ.૩૦ ધંધો. મજુરી રહે. મજેવડી ગામ ટી.ડી.ઙ હાઇસ્કુલ સામે પાણીના ટાંકા સામેની ગલી તા. જી. જુનાગઢને ઝડપી પાડેલ છે.

આ શખ્સો પાસેથી સોનાની ગીની નંગ-ર કિ. રૂ. ૬૯,૦૦૦/-, સોનુ મઢેલ ગાભા (કડા) નંગ-ર કિ. રૂ. ૪૬,૯૦૦, સફેદ મોતી મઢેલ સોનાની માળા નંગ-૧ કિ. રૂ. ૮૩,ર૦૦, સોનાનું મંગલ સુત્ર બે સર વાળુ નંગ-૧ કિ. રૂ. ૪૦,૦૦, સોનાનું મંગલ સુત્ર ત્રણ સર વાળુ નંગ-૧ કિ. રૂ. ૭૧,૭પ૦, સોનાનો ચેન, ૧ કિ. રૂ. ૪૬,રપ૦, સોનાની વીટી નંગ-૩ કિ. રૂ. ર,૭૦૦/-, સોનાના પેન્ડલ સેટ નંગ-૩ તથા બુટી નંગ-૬ કિ. રૂ. ૭૭,ર૦૦/-, સોનાનો પોકલ ચેન નંગ-૧ કિ. રૂ. ૧,૧ર,પ૦૦/-, સોનાની તુલસીની કંડી નંગ -૧ કિ. રૂ. ૪૭,૪૦૦/-, સોનાનો સેટ હાર અને બુટી નંગ-ર કિ. રૂ. ૮પ,૬૦૦/-, રોકડા રૂપિયા કિ. રૂ. ૪,પ૭,૪૯૦/-, મોસા. ૧ કિ. રૂ. રપ,૦૦૦/-, એલ.ઇ.ડી. ટીવી-ર કિ.રૂ. ર૦,૦૦૦/-, લેપટોપ-૧ કિ. રૂ. ૧પ,૦૦૦/- મો. ફોન-૩ કિ. રૂ. ૧પ૦૦/ સહિત રૂ. ૧ર,૩૧,૮૯૦/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.

ગુન્હો કરવાની મોડસ ઓપરેન્ડી પકડાયેલ આરોપીઓ જાહેર રસ્તાઓની નજીક આવેલા કારખાનાઓ તથા માર્કેટીંગ યાર્ડોની દુકાનોને રાત્રીના અંધારાનો લાભ લઇ નીશાન બનાવે છે. ચોરી સ્થળેથી આરોપીઓ પોતે ઓળખાય નહિ માટે સી.સી. ટીવી.ના ડીવીઆરની ચોરી કરી તોડી ફોળી નાશ કરેલ છે. દરેક ચોરીને અંજામ આપ્યા પહેલા સ્થળની રેકી કરી ચોરીના સમયે પોતાની ઓળખાણ છુપાવવા માટે વાંદરા ટોપી અથવા રૂમાલ બાંધે છે.

આ શખ્સોએ જુનાગઢ જીલ્લામાં ૨૧, રાજકોટ ગ્રામ્ય-૨૬, જામનગર-૩ અને રાજકોટ શહેરમાં ૨ ચોરી કરી હતી.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના ઇન્ચા.પો.ઇન્સ. આર.કે.ગોહીલ તથા ડીટેકશન સેલના પો.સબ.ઇન્સ. ડી.એમ. જલુ તથા એસ.ઓ.જી. ઇચા.પો.ઇન્સ. જે.એમ.વાળા તથા એ ડીવી પો.સ્ટે.ના પો.ઇન્સ. કે.એમ.ગોસ્વામી તથા પો.સ.ઇ. પી.જે.રામાણી તથા ક્રાઇમ બ્રાન્ચના પો.હે.કો.બી.કે.સોનારા, એચ.વી.પરમાર, વી.એન.બડવા, એચ.આઇ.સુમરા તથા પો.કો. સાહીલ સમા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, ડાયાભાઇ કરમટા, જયદીપ કનેરીયા, ભરત સોલંકી, ડ્રા.પો.કોન્સ કાનાભાઇ ડાંગર, માનસિંહભાઇ બારડ, મહિલા પો.કોન્સ.રાજેશ્રીબેન દિવરાણીયા, તથા શ્રી પો.અધિ.સા. પ્રોહી.જુગાર સ્કવોર્ડના ધર્મેશભાઇ વાઢેળ તથા એસ.ઓ.જી. પો.સ્ટાફ તથા એ ડીવીજન પો.સ્ટાફ વિગેરે સાથે રહી આ કામગીરી કરેલ છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(4:03 pm IST)
  • વડાપ્રધાન મોદીના આગામી વિદેશ પ્રવાસથી ભારતની વધશે તાકાત :મળશે સાઉદી અરબનું સર્વોચ્ચ સન્માન ;આગામી 23મી ઓગસ્ટ પહેલા પીએમ મોદી સાઉદી અરબના પ્રવાસે જશે ;પીએમ મોદી અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મ્દ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે access_time 9:11 am IST

  • ઉત્તર પ્રદેશમાં ઇંધણ મોંઘુ:યોગી સરકારે વેટના દરમાં કર્યો વધારો :ખાદ્ય ઘટાડવા યોગી સરકારે પેટ્રોલ ઉપર 28,8 ટકા અને ડીઝલ ઉપર 17,48 ટકા વેટ વસૂલવા કર્યો નિર્ણંય ;વેટ વધતા પેટ્રોલ લિટરે 2,35 રૂપિયા અને ડીઝલ 92 પૈસા લિટરે મોંઘુ થયું access_time 1:15 am IST

  • પાકિસ્તાની સ્કોલર, લેખિકા અને સંરક્ષણ બાબતોની નિષ્ણાત આયેશા સિદ્દીકાએ પાકિસ્તાન અને તેની સેનાને અરીસો દેખાડતા કાશ્મીરને ભૂલી જવાની શિખામણ આપી:ભારતને યુદ્ધ માટે લલકારતા પાકિસ્તાનની નબળી આર્થિક સ્થિતિની પોલ તેના જ દેશની મહિલા સ્કોલરે ઉઘાડી પાડી access_time 9:14 am IST