Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ અમરેલી યાર્ડમાં નવા કપાસની આવક : એક મણના ભાવ ૧૯પર રૂ.!

જુના કપાસના ભાવ ૧ર૦૦થી ૧રપ૦ રૂપિયા છે અને નવા કપાસના ભાવ ઉંચા મળતા ખેડૂતો રાજીરાજી

અમરેલી, તા. ૧૯ : સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ અમરેલી યાર્ડમાં આજે નવા કપાસની આવક થઇ હતી. નવા કપાસ એક મણના ભાવ ૧૯પર રૂ. મળતા ખેડૂતોમાં ખુશી છવાઇ ગઇ છે.

આજે અમરેલી માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવક થઇ હતી. અમરેલી જિલ્લાના ધારાગણી ગામના કનુભાઇ લવજીભાઇ ગજેરા નામના ખેડૂત દ્વારા અમરેલી માર્કેટીંગ યાર્ડમાં દુધાત ટ્રેડર્સ નામની પેઢીમાં બે ગાંસડી કપાસ લાવેલ જે કપાસની હરરાજી થતા મુરતના સોદા પાડવા માટે વેપારીઓ દ્વારા તે માલની હરરાજી કરતા ૧૯પર રૂપિયામાં વેચાયો હતો.

ચાલુ વર્ષે વરસાદને લીધે કપાસમાં સારી આવક જોવા મળે તેવું વેપારીઓ અને  ખેડૂતો માની રહ્યા છે. અમરેલીના એક વેપારીએ જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લામાં ૧૦થી ૧પ દિવસમાં નવા કપાસની વધુ આવક જોવા મળશે. ઓરવીને વાવેતર કરાયું હોય તે કપાસ હવે ઉતરવા માંડશે.

આ વર્ષે વરસાદ ઘણો મોડો થવાના કારણે ઘણા સેન્ટરોમાં હજી તો કપાસના વાવેતર થઇ રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં નવા કપાસની આવક જોવા મળતા વેપારીઓ અને ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે. અત્યારે ગત વર્ષના જુના કપાસના ભાવ ૧ર૦૦ થી ૧રપ૦ રૂપિયા જોવા મળેલ છે જેની સામે નવા કપાસના ૧૯પર રૂપિયા મુરતના સોદામાં પડતા ખેડૂતો રાજી રાજી થઇ ગયા છે. ચાલુ વર્ષે ખેડૂતોને કપાસના સારા ભાવ મળશે તેમ અમરેલી યાર્ડમાં દુધાત ટ્રેડર્સ નામે પેઢી ધરાવતા હિંમતભાઇ દુધાતે જણાવ્યું હતું.

(4:00 pm IST)
  • દિલ્હીમાં યમુના નદીના પાણી ભયજનક સપાટીએ : નદીકાંઠે વસતા લોકોનું સ્થળાંતર કરાવવાની કાર્યવાહી શરૂ : રેસ્ક્યુ વ્યવસ્થા માટે ચીફ મિનિસ્ટર કેજરીવાલએ તાત્કાલિક મિટિંગ બોલાવી access_time 12:33 pm IST

  • ઉત્તર પ્રદેશમાં ઇંધણ મોંઘુ:યોગી સરકારે વેટના દરમાં કર્યો વધારો :ખાદ્ય ઘટાડવા યોગી સરકારે પેટ્રોલ ઉપર 28,8 ટકા અને ડીઝલ ઉપર 17,48 ટકા વેટ વસૂલવા કર્યો નિર્ણંય ;વેટ વધતા પેટ્રોલ લિટરે 2,35 રૂપિયા અને ડીઝલ 92 પૈસા લિટરે મોંઘુ થયું access_time 1:15 am IST

  • દિલ્હી એરપોર્ટ પર શાહ ફૈઝલને અટકાવવા મામલે દિલ્હી હાઇકોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ :જમ્મુ કશ્મીર પીપલ્સ મુવમેન્ટના અધ્યક્ષ અને પૂર્વ આઇપીએસ અધિકારી શાહ ફેંસલને દિલ્હી એરપોર્ટ પર અટકાવતા મામલો હાઇકોર્ટ પહોંચ્યો access_time 1:09 am IST