Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

જામકંડોરણા ભાદરા ચોક ખાતે ગાયને હડકવો ઉપડતા લોકોમાં નાસભાગ

સરકારી તંત્ર ઉણપ રહ્યું : ગ્રામજનોએ જેસીબી દ્વારા પકડી પાડી

 ધોરાજી: તા.૧૯ :  જામકંડોરણા મા ગાયને હડકવા ઉપડતા ગામલોકોએ મહા મહેનત થી  ગાયને પકડી  સુરક્ષિત જગ્યાએ બાંધી દીધી ત્યારે જામકંડોરણા નુ  તંત્રએ આવી ગંભીર ઘટનામાં પણ હાથ ઊંચા કરી દીધા

રેબીઝ  (Rabies ) એટલે હડકવા. હડકવા  શબ્દ કાને પડતા જ  ભયનું લખલખું પસાર થઇ જાય છે અને નજર સામે ઇન્જેકશનો દેખાવા માંડે છે. વર્ષો પહેલા તો ૧૪ ઇન્જેકશન્સ લેવા પડતા અને એ પણ પેટ ઉપર.  નવી દવા અને રસી શોધાયા બાદ એનો ડોઝ ઘટીને ૨ કે ૪ ઇન્જેકશન પુરતો જ રહી ગયો છે. હડકવા ના કારણે થતા મોતની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઇ ગયો છે છતાં, હડકવા ના રોગની સાથે સંકળાયેલી ભયની તીવ્રતા હજુ  ઘટતી નથી ત્યારે રાજકોટ જીલ્લા  જામકંડોરણા ગામે એક ગાય ને હડકવા નો રોગ લાગુ પડતા જામકંડોરણા ના ભાદરા ના નાકા ગાય ધમાલ મચાવી હતી લોકો દ્વારા તાત્કાલિક હડકવા થયેલી ગાય ને પકડવા ફોરેસ્ટ વિભાગ ને જાણ કરી પરંતુ  તંત્ર એ આ હડકાઈ ગાય પકડીને સુરક્ષિત જગ્યાએ બાંધી આપવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો ત્યારે   યુવાનો મહા મહેનત ગાય ને ડોઝર મા દોરડાથી  બાંધી ને સુરક્ષિત સ્થળે બાંધી દીધી હતી આ બનાવ ના પગલે  તંત્ર પર લોકોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે.

(1:15 pm IST)