Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ચામુંડાધામમાં કાઠી રાજવીઓએ ઉજવ્યો ઐતિહાસિક અવસર

રાજ પરિવારોની ઉપસ્થિતિમાં કાઠીઓનો ઇતિહાસ પુસ્તકનું લોકાર્પણઃ કર્નલ વોટ્સનનાં હસ્તપ્રતને ૧૩૫ વર્ષે પુસ્તક રૂપ મળ્યું

વઢવાણ-ચોટીલા, તા.૧૯: ચામુંડાધામ ચોટીલા ખાતેઙ્ગ હસ્તપત્ર ઉપર થી આકાર પામેલઙ્ગ પુસ્તકનો ઐતિહાસિક વિમોચન સમારોહ સૌરાષ્ટ્રનાં અનેક રાજવીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ હતો.

ઐતિહાસિક મહત્વ ધરાવતા આ પુસ્તકની નોંધનીય વાત એ છે કે બ્રિટીશ હકુમત સમયે રાજકોટ એજન્સીની કોઠીમાં પોલીટીકલ એજન્ટનાં હોદ્દા ઉપર કર્નલ જે. ડબલ્યુ વોટ્સન હતા જેઓ ૩૫ વર્ષ જેટલો સમય ભારતનાં જુદા જુદા વિસ્તારોમાં ફરજ બજાવેલ છેલ્લો સમય સૌરાષ્ટ્રમાં રહેલ અને રાજકોટ ખાતે જ અવસાન પામેલ હતા.

આ કર્નલે તે સમયે કાઠીવાડનાં કાઠી દરબારોની ભાતીગળ સાંસ્કૃતિક પરંપરા અને કાઠીઓનાં મુળ વંશાવળી સહિતની માહિતીઓ ૧૮૮૧માં લખેલ પરંતુ તે પ્રસિદ્ઘ કરી શકેલ નહોતા તેમનું અકાળે અવસાન થયેલ અને તેમના હસ્તપ્રતો બગસરા દરબાર સ્વ.મેરામવાળા એ જતન પુર્વક સાચવેલ હતા જેનું ઇતિહાસકાર ડો. પ્રદ્યુમનભાઇ ખાચરે સુપેર સંપાદન કરી ગ્રંથનો આકાર આપેલ જેના વિમોચનનો અવસર ચોટીલાના આંગણે દાદાબાપુ ખાચર રાજ પરિવારે ઉજવેલ.ઙ્ગ

કાઠીઓના ઇતિહાસ ઇન્ડીયા ટુડેનાં ઉપતંત્રી જાણીતા લેખક પત્રકાર ઉદયસિંહ માહુરકરનાં હસ્તેઙ્ગ ચોટીલા નાં આંગણે વિમોચન સાથે લોકાર્પણ કરી કર્નલ વોટ્સન અને બગસરા સ્ટેટને અર્પણ કરવામાં આવેલ આ પ્રસંગે રાજકોટના માંધાતાસિંહ જાડેજા,જસદણનાં સત્યજીતભાઇ ખાચર, ચુડા ઠાકોર ફાલ્ગુનસિંહ, ઇતિહાસકાર એસ. વી જાની સંપાદક લેખક ડો. પ્રદ્યુમનભાઇ સહિત સૌરાષ્ટ્રનાં અનેક રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનેક મહાનુભાવોએ પ્રસંગોચીત પ્રવચનો આપેલ પ્રશસ્તી લખવી સરળ છે પરંતુ ઇતિહાસ લખવો કઠીન છે આવનારીઙ્ગ પેઢી કાઠી ઇતિહાસથી આ પુસ્તક દ્વારા પરિચિત થશે તેવો અહોભાવ વ્યકત કરેલ હતો.

(1:12 pm IST)
  • ભાખરાના ફ્લડ ગેટ ખોલાતા પંજાબના કેટલાય ગામોમાં પૂરપ્રકોપ ;ભારે વરસાદ વચ્ચે ભાખરાના ફ્લડ ગેટ ખોલાયા :આનંદપુર સાહિબના અનેક ગામો જળમગ્ન બન્યા :ડઝનેક ગામોમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા : રોડ પર પાણી ફરી વળ્યાં :સંખ્યાબંધ ગામો સંપર્ક વિહોણા access_time 9:13 am IST

  • માતૃભૂમિના ભાગલા પાડનાર તમામ લોકો ગુનેગાર છે : જમ્મુ કાશ્મીરમાં 370 મી કલમ અમલી કરનાર ભારતના પ્રથમ વડાપ્રધાન નેહરુને ગુનેગાર ગણાવ્યા : ભોપાલના ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરએ શિવરાજ સિંહના મંતવ્યને સમર્થન આપ્યું : નરેન્દ્ર મોદી તથા અમિત શાહના સમર્થકોને ખરા દેશભક્ત ગણાવ્યાં access_time 8:05 pm IST

  • ઉત્તર પ્રદેશમાં ઇંધણ મોંઘુ:યોગી સરકારે વેટના દરમાં કર્યો વધારો :ખાદ્ય ઘટાડવા યોગી સરકારે પેટ્રોલ ઉપર 28,8 ટકા અને ડીઝલ ઉપર 17,48 ટકા વેટ વસૂલવા કર્યો નિર્ણંય ;વેટ વધતા પેટ્રોલ લિટરે 2,35 રૂપિયા અને ડીઝલ 92 પૈસા લિટરે મોંઘુ થયું access_time 1:15 am IST