Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

મોરબીમાં પત્નીની હત્યા કરનાર શાહિદ પઠાણના રીમાન્ડ મંગાયા

પ્રથમ પત્નીને રૂપિયા મોકલ્યાની અને અન્ય સ્ત્રી સાથે આડાસબંધની શંકા કરી પત્ની ઝઘડો કરતી હોય પતાવી દિધાની કબુલાત

મોરબી તા. ૧૯ :.. મોરબી નજીક સીરામીક ફેકટરીમાં પત્નીને સાડીથી ફાંસો આપી પતાવી દેનાર પતિને ભોપાલથી પોલીસે ઝડપી લીધા બાદ તેને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ પરબની સ્માઇલ સીરામીકમાં મહિલાનો મૃતદેહ મળ્યા બાદ હત્યાનો ગુન્હો નોંધી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્ને જોશીના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઇ એમ. વી. પટેલની રાહબરી હેઠળની ટીમે તપાસ કરી ટેકનીકલ સેલની મદદથી આરોપી ભોપાલ હોવાની માહિતી મળતા ટીમ ભોપાલ રવાના કરીને ભોપાલ નજીક રહેણાં મકાનેથી સાહીદ ખાન ઉર્ફે સોનું રસીદખાન છોટેખાન પઠાણ (ઉ.૩૦) વાળાને ઝડપી લીધો છે.

ઝડપાયેલ આરોપીએ પુછપરછ દરમિયાન કબુલાત આપી છે કે તે પ્રથમ પત્નીને પૈસા મોકલ્યાની તેમજ અન્ય સ્ત્રી સાથે સંબંધની શંકા કરી તેની પત્ની રાધા ઝઘડો કરતી હોય જેથી ગુસ્સો આવતા રાધાનું ગળુ દબાવી હત્યા કરી હોવાની કબુલાત આપી છે. પકડાયેલ શહિદ પઠાણને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાનાર છે.

(1:09 pm IST)