Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ભાણવડ તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની રૂપામોરા ખાતે શાનદાર ઉજવણી

ભાણવડઃ દેશના ૭૩માં સ્વતંત્રતા પર્વની સમગ્ર દેશમાં આન-બાન-શાનથી ઉજવણી કરવામાં આવી. ભાણવડમાં રૂપામોરા પ્રાથમિક શાળા ખાતે  તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાંત અધિકારી પ્રશાંત મંગુડા, મામલતદાર અઘેરા, ટીડીઓ, રૂપામોરા માધ્યમિક શાળાના આચાર્ય-શિક્ષક સ્ટાફ, પ્રા. શાળાનો સ્ટાફ, બી.આર.સી., સી.આર.સી. કો-ઓર્ડિનેટર, સરપંચ માલદેભાઇ તેમજ તાલુકાના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત અધિકારી પ્રશાંત મંગુડાએ તિરંગો લહેરાવી સલામી આપી હતી. પોલીસ અને હોમગાર્ડના જવાનોએ પરેડ સાથે તિરંગાને સલામી આપી હતી.  ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓએ દેશભકિત અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર રવિ પરમાર)

(12:12 pm IST)