Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

માળિયાના શહેર ખેડૂતોને સમયસર યોગ્ય સહાય આપવા માંગ

મોરબીઃખેડૂત અન્યાય નિવારણ તથા વિકાસ સમિતિ માળિયા (મીં.) ના આગેવાન આમીનભાઈ ભટ્ટીના માર્ગદર્શન હેઠળ માળિયા મામલતદારને આવેદન પાઠવી રજૂઆત કરી છે કે મોરબી જીલ્લામાં ભારે વરસાદથી માળિયાના ગ્રામીણ વિસ્તારમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ખેડૂતોને પાક નુકશાની થઇ છે વર્ષ ૨૦૧૭માં પણ મચ્છુ નદીના પૂરમાં ખેડૂતોને નુકશાન થયું હતું તેમજ ગત વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી હતી ચાલુ વર્ષે પણ અતિ ભારે અને કમોસમી વરસાદ થયો છે જેથી પાકોને નુકશાન થયું છે સાથે જમીન ધોવાણ પણ થયું છે જેથી ખેડૂતોને સમયસર સર્વે કરાવીને આર્થિક મદદ મળે તેવી માંગ કરવામાં આવી છે. આવેદન પાઠવ્યું તે તસ્વીર.

(12:11 pm IST)