Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

દામનગરમાં ઐતિહાસિક વૈજનાથ મહાદેવની પાલખીયાત્રામાં ઉત્સાહભેર ભકતો જોડાયા

દામનગર,તા.૧૭: શહેરમાંઐતિહાસિક પાલખી યાત્રા વૈજનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થઈ સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ પહોંચી કુંભનાથ મહાદેવ મંદિર સેવક સમુદાય નું મહાપ્રસાદ સાથે અદભુત આયોજન વરસતા વરસાદમાં પાંચ હજારથી વધુ ભાવિકોના ગગન ભેદી હરહર મહાદેવના નાદ સાથે દામનગર શહેરના મુખ્ય માર્ગો પર દર્શનીય નજારા સાથે ફરી સરદાર ચોક ખાતે મોટા પીરની દરગાહ પર ચાદર ચડાવી આગળ વધી પુષ્ટીમાર્ગીય હવેલી કૃષ્ણ મેળાપ કરી માણેક ચોક લાડનશાપીરની દરગાહ પર ચાદર ચડાવી રામજી મંદીર પુષ્પહાર કરી ખોડિયાર ચોક ખાતે માતાજીને ધૂપદીપ પુષ્પ અર્પણ કરી રોકડીયા હનુમાનજી મંદીર પુષ્પહાર ચડાવી જૂની શાક માર્કેટ થઈ મોટા બસ સ્ટેન્ડ ગેબનાશપીર ની દરગાહ પર ચાદર ચડાવી પોલીસ સ્ટેશન સિવિલ હોસ્પિટલ રોડ થી હરહર મહાદેવના જયદ્યોષ સાથે સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં વિસર્જન થયેલ હતી.

કોમી એકતા ભાતૃ પ્રેમ એકેયતાનો અદભુત સંદેશ આપતા પાલખી યાત્રાના રૂટ પર ઠેર ઠેર ચા શરબત પ્રસાદ પાણી ની સુંદર વ્યવસ્થા કરતી સ્વૈચ્છિક સામાજિક સંસ્થા ઓ દાઉદી વ્હોરા સમાજ દ્વારા ચા ની સેવા ઋષિવંશી સમાજ દ્વારા શરબત ઉપરાંત કુંભનાથ મહાદેવ મંદિર સંકુલ માં પ્રસાદ ની સફાઈ સેવા કરી પાલખી યાત્રાને કમ્પાઉન્ડ આપતા સૂર્ય મુખી ધૂન મંડળના યુવાનો ગુલાબી યુનિફોર્મમાં ફૂલગુલાબી સેવા પ્રસાદ વિતરણ માટે શેક્ષણિક સંસ્થા નવજયોત સ્કૂલ દ્વારા સુંદર સેવા આપી પાલખી યાત્રા ના રૂટ પર પોલીસ હોમગાર્ડ જવાનોએ સતત ખડે પગે રહી ટ્રાફિક નિયમન ની સુંદર સેવા આપી હતી.

પુરા અદબ સાથે ધર્મ ઉલ્લાસ થી વૈજનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થઈ શ્રી કુંભનાથ મહાદેવ પહોંચતી પાલખી યાત્રામાં ધર્મ સેવા સમર્પણ એકતા સામાજિક સંવાદિતા નો સુંદર સંયોગ જોવા મળ્યો હતો યાત્રા રૂટ પર ઠેર ઠેર રસ્તાની બંને બાજુ દર્શનાર્થીઓની કતારો લાગી હતી સ્વંયમભુ ઉત્સાહ સાથે દામનગર શહેર બપોર પછી બંધ રહ્યું વેપારી ઓ રત્નકલાકારો ઉદ્યોગ દ્યંધા રોજગાર બંધ રાખી પાલખી યાત્રામાં જોડાતા ભાવિકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો .

(12:09 pm IST)