Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

દેશના ૨૧ પર્યટન સ્થળોના વિકાસમાં ધોળાવીરાનો સમાવેશ થયો છેઃ આહિર

કચ્છ ગુંદીયાળીમાં ખાતમુહૂર્ત-લોકર્પણ- શ્રેષ્ઠીઓના સન્માન પ્રસંગે જાહેરાત કરતા વાસણભાઇ

ભુજ,તા.૧૭:કચ્છી માણસના જેવો વતનપ્રેમનો દેશ-દુનિયામાં જોટો જડે તેમ નથી. પદ-પ્રતિષ્ઠા અને પૈસાનો સદ્દઉપયોગ લોક કલ્યાણ, ગૌ સેવાના કાર્યોમાં કે કોઇના આંસુ લૂછવામાં થાય ત્યારે તેનું મુલ્ય સવાયું થઇ જાય છે, તેમ આજે ગુંદીયાલી રાજગોર સેવા સમાજ આયોજિત કાંતિલાલ લક્ષ્મીદાસજી માવજી બોડાની રજતતુલા મહોત્સવ નિમિત્ત્।ે બે પ્રવેશદ્વાર તથા સરકારશ્રી અને દાતાઓ દ્વારા નિર્મિત વિવિધ કાર્યોના ખાતમુહુર્ત અને લોકાર્પણ સમારોહ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું.

રાજયમંત્રીશ્રીએ આ તકે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૨૧ પર્યટન સ્થળોનાં વિકાસ મંજૂરીમાં ગુજરાતના સોમનાથ અને કચ્છના ધોળાવીરાનો સમાવેશ કરાયો હોવાનું જણાવી ધોળાવીરામાં હવાઇ જહાજ ઉતારવાની સુવિધા સાથે ફાઇવસ્ટાર હોટેલ નિર્માણ કરાવા સાથે પ્રવાસીઓને આકર્ષવા માંડવી બીચનો પણ વધુમાં વધુ વિકાસ કરાશે, તેમ પણ ઉમેર્યું હતુ.

આ પ્રસંગે રાજયમંત્રીશ્રીએ રાજય સરકાર ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રૂ. ૩ કરોડના વિકાસકામો થયાનો ઉલ્લેખ કરતાં રજતતુલા કરાઇ એવા કાર્યક્રમના મુખ્ય દાતા કાંતિલાલ લક્ષ્મીદાસજી માવજી બોડાને બિરદાવવા સાથે ગુંદીયાલી રાજગોર સેવા સમાજનો આભાર વ્યકત કર્યો હતો.

કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ કચ્છીમાડુ કર્મ થકી ગમે ત્યાં વસે પરંતુ તેનો આત્મા કચ્છ સાથે જોડાયેલ હોય છે, તેમ જણાવી સમાજ અને પોતાના ગામ માટે રજતતુલાની રાશી રૂ. ૨૭ લાખ સાથે ૧૫ લાખનો ચેક ગૌ સેવા અને વિકાસકાર્યોમાં અર્પણ કરનાર કાંતિલાલ બોડાના કાર્યોને પ્રેરણારૂપ ગણાવી આગામી દિવસોમાં ૩૧ કરોડના રસ્તાના ખાતમુહુર્ત સહિતના વધુ વિકાસકાર્યો કરવાની નેમ વ્યકત કરી હતી.

આ પ્રસંગે ગુંદીયાળી ગામે બે પ્રવેશદ્વારા બનાવનારા ગામના મુખ્યદાતા કાંતિલાલ લક્ષ્મીદાસજી માવજી બોડાની રજતતુલા કરાઇ હતી અને ગુંદિયાલી રાજગોર સેવા સમાજ દ્વારા તેમની જીવન ઝરમર દર્શાવતી શ્નજીવન ઝરૂખેથી..લૃ નાનકડી પુસ્તિકાનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું.

રજતતુલાની રૂ. ૩૧ લાખની રજત ઉપરાંત રૂ. ૧૫ લાખનો ચેક ગૌશાળાના બાંધકામ સહિત કાર્યક્રમની બચત પણ ગૌસેવાના લાભાર્થે વપરાશે તેવી જાહેરાત કરાઇ હતી.

કાર્યક્રમના પ્રારંભે રાજગોર સમાજના અરવિંદભાઈ ગોરે સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમનો ઉદ્દભવ કેવી રીતે થયો તેની રૂપરેખા આપી રાજય સરકાર દ્વારા રૂ. ૩ કરોડના વિકાસકામોમાં સાંસદ, ધારાસભ્ય અને જિલ્લા પંચાયતની ગ્રાંટ મળી હોવાનું જણાવતાં પ્રસંગ પરિચય આપ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા, માંડવી-મુંદરાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડા, ભાજપ અધ્યક્ષ અને ટુરીઝમના ડાયરેકટર કેશુભાઈ પટેલ, માંડવી તાલુકા પંચાયત અધ્યક્ષ ગંગાબેન સેંદ્યાણી, હરિભાઈ જાટીયા,  પાર્વતીબેન મોતા, એપીએમસીના પ્રવીણભાઈ વેલાણી, માંડવી રાણશીભાઈ ગઢવી, અનિરૂધ્ધભાઈ દવે,  રાહુલભાઈ ગોર, ચંદુભાઈ વાડીયા, અમુલ દેઢીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, સુરેશ સંદ્યાર, કીર્તિ ગોર, રજાક પઠાણ,  મનીષાબેન કેશવાણી, પુનશીભાઈ ગઢવી,  પ્રકાશભાઈ પેથાણી, પ્રવીણભાઈ પેથાણી, અનિલભાઈ જોષી, કીર્તિ કેશવાણી, મુંદરા રાજગોર સમાજના દિલીપભાઈ ગોર,દર્શનાબેન માકાણી, અરવિંદભાઈ ગોહિલ, જનકભાઈ ગોર વિવિધ ગામોના સહિત રાજગોર સમાજ પ્રમુખો, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨૨.૨)

    

(12:08 pm IST)