Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

હળવદમાં કચ્છી માલધારીઓનો માલઢોર સાથે જમાવડો

વતનમાં સારો વરસાદ થયાના વાવડ માળતા જ વતનની વાટે ફરતા કચ્છી માલધારીઓ

 હળવદ, તા.૧૯: હાલ જયારે સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાયો છે ત્યારે પોતાના માલઢોરના જીવન નિર્વાહ માટે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં આઠ મહિના જેટલો સમય પસાર કરી વતનમાં સારા વરસાદના સમાચાર મળતા કચ્છના માલધારીઓ પોતાના માલઢોર સાથે વતનની વાટ પકડી હતી.

સમગ્ર દેશમાં જયાં વસે ગુજરાતી ત્યાં તેમના મોઢેથી અચૂક સાંભળવા મળે દુહો બહુ પ્રચલિત છે જેમાં શિયાળે સોરઠ ભલો,ઙ્ગ ઉનાળે ભલોઙ્ગ ગુજરાત ,ઙ્ગ વરસે તો વાગડ ભલો ને કચ્છળો બારે માસ ત્યારે કચ્છના માલધારીઓ પોતાના માલઢોર નિર્વાહ કરવા સતત ગુજરાતના અલગ અલગ જિલ્લામાં આઠ મહિના પોતાના વતન ,ગામ ,પરિવારને છોડીને પોતાના માલઢોરને જીવાડવા સતત એક સ્થળેથીઙ્ગ બીજા સ્થળે પરિશ્રમ કરતો આ સમુદાય વતનમાં સારો વરસાદ થયાની સાથે વતનની તરફ પરત ફરી પિતાના વતનમાં જવાની પરિવારને ગામજનો અને પોતાના વતનના લોકોને મળવું અને સાથે રહેવાની ખુશી એમના ચહેરા પર આપણને જોવા મળે છે.

કચ્છમાં સારા વરસાદના વાવડ મળતાની સાથે જ પોતાના માલઢોરને લઈને જતાં કચ્છના રબારી ધનાભાઈ સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અમે દિવાળીએ માલઢોરને લઈને ગુજરાતના પાવાગઢ, અંબાજી,અમદાવાદ સહિતના અલગ અલગ જગ્યાઓ એઙ્ગ નિર્વાહ માટે ગયા હતા જેમાં અમારી સાથે વીસ પરિવાર છે અને હાલમાં વતન માં સારો વરસાદ વરસતા આઠ મહિના બાદ વતનની વાટ પકડી છે ત્યારે વતન પહોંચી ને પરિવારજનો અને ગ્રામજનોને મળશું.

(12:07 pm IST)