Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

બગસરાની માવજી જવાંમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : મામલતદારે ત્રિરંગાને સલામી આપી

બગસરા તા.૧૯ : બગસરામાં ૭૩માં સ્વતંત્ર પર્વ ૧૫મી ઓગષ્ટની શાનદાર ઉજવણી કરાઇ હતી. પ્રથમ માવજીંજવા ગામે બગસરા તાલુકા કક્ષાએ સ્કુલના પટાંગણમાં મામલતદાર પ્રશાંતભીંડીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પીએસઆઇ એ.વી.સરવૈયા તથા પીએસઆઇ યુ.એફ.રાવલ પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો માવજીંજવા ગામે હાજર રહ્યા હતા.

મેઘાણી હાઇસ્કુલમાં નગરપાલીકા પ્રમુખ રસીલાબેન પાથરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. જેમાં નગરપાલીકાના ઉપપ્રમુખ નિતેશભાઇ ડોડીયા પાલીકાના ચીફ ઓફીસર ભાવનાબેન ગોસ્વામી, રશ્મિનભાઇ ડોડીયા, એ.વી.રીબડીયા, જેન્તીભાઇ વેકરીયા, રમેશભાઇ ગોહેલ, હરેશભાઇ પટોળીયા, પ્રકાશભાઇ અગરભાઇ લોખંડવાલા રંજનબેન રેણુકાબેન હાજર રહ્યા હતા.

તેઓએ પરેડ નિરીક્ષણ કરેલ પ્રમુખ ન.પા. રેણુકાબેન પાથરની સાથે ચીફ ઓફીસર ભાવનાબેન ગોસ્વામી જોડાયા હતા. સ્વાતંત્રપર્વને લગતુ પ્રવચન રશ્મિનભાઇ ડોડીયા તથા નિતેશભાઇ ડોડીયાએ કરેલ.

બગસરા તાલુકાની શાળા નંબર ૧ માં ન.પા. લેવલ ઉપપ્રમુખ નિતેશ ડોડીયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. જેમાં ચીફ ઓફીસર ભાવનાબેન ગોસ્વામી તથા ગ્રામ આગેવાનો ન.પા.ના ભરતભાઇ ખીમસુરીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

આ ઉપરાંત લેઉવા પટેલ સમાજ દ્વારા ગોકુલપરા પટેલવાડી ખાતે લેઉવા પટેલ સમાજના પ્રમુખ રમેશભાઇ સુહાગીયાની આગેવાની હેઠળ પુર્વ ધારાસભ્ય બાલુભાઇ તંતીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ.(૪૫.૩)

(12:06 pm IST)