Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

વડિયાના અનિડા ગામે સુર્યજુથ સહકારી મંડળીની સાધારણ સભા યોજાઇ

ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંધાણીસહિત ખેડૂતો હાજર રહ્યા

વડીયા, તા.૧૯:અમરેલી જીલ્લાના વડિયા તાલુકાના અનિડા ગામે સુર્ય જુથ સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા ઇફકોના વાઇસ ચેરમેન અને ખેડૂત નેતા દિલીપ સંદ્યાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં મંડળીના સભા સદો સહિત ખેડુતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

વડિયા તાલુકા અનિડા સુર્ય સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી જેમાં તમામ સભાસદોને મંડળીની કામગીરી બાબતે જાણ કરવામાં આવેલ આ તકે સાધારણ સભામાં ખાસ ઉપસ્થિત રહેલ ઇફકોના વાઇસ ચેરમેન દિલીપભાઇ  સંદ્યાણીએ કિસાન ક્રેડિટ કાર્ડના ફાયદા અને સાંસદ નારણભાઈ કાછડીયાએ ભારત સરકારે કલમ ૩૭૦ હટાવતા મોદી સરકારને અભિનંદન આપેલ છે ત્યારે આ સાધારણ સભામાં પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઊંધાડે ગુજરાત સરકારની વિવિધ યોજના થી ખેડૂતોને થતા લાભ બાબતે જાણકારી આપેલ આ

સાધારણ સભામાં બગસરા માર્કેટીંગ યાર્ડ ચેરમેન કાંતીભાઈ સતાસીયા વાઇસ ચેરમેન વિકાસભાઇ મોદી અનિડા મંડળીના પ્રમુખ ઉપ.પ્રમુખન તેમજ મંત્રી અને સભ્યોએ સહિત ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

(12:05 pm IST)