Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

કાલથી સાવરકુંડલા કબીર ટેકરીએ ત્રિદિવસીય પુણ્યતિથિ મહોત્સવ

સદગુરૂ તપસ્વી શ્રીરામ પ્રતાપ સાહેબની ૩૮મી પુણ્યતિથિ નિમિતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો

રાજકોટ તા.૧૯ : સાવરકુંડલામાં સદગુરૂ તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબની ૩૮મી પુણ્યતિથિ નિમિતે તા.૨૦ થી રર સુધી ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. સમગ્ર સમાજને નવો રાહ ચીંધનાર શ્રી કબીર સાહેબ તથા સત લોકવાસી સદગુરૂ મહંતશ્રી બિહારી સાહેબના આશિર્વાદથી શ્રી કબીર ટેકરીના સંસ્થાપક શ્રી સદગુરૂ તપસ્વી શ્રીરામપ્રતાપ સાહેબની પુણ્યતિથિમાં ભાવિકોને ઉપસ્થિત રહેવા મહંતશ્રી નારાયણદાસ ગુરૂ ૧૦૮ શ્રી બિહારી સાહેબ અધ્યક્ષશ્રી સદગુરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

તા.૨૦ને મંગળવારે પ્રથમ દિવસે સવારે ૮ વાગ્યે આરતી રાત્રીના ૮ વાગ્યે સ્વાગત ગીત, સાંસ્કૃતિક કાર્યક્રમ સંસ્થા દ્વારા વિનામુલ્યે ચાલતા શ્રીબીજક ટયુશન કલાસીસના બાળકો દ્વારા ભવ્ય રંગારંગ કાર્યક્રમ રજૂ કરાશે.

તા.૨૧ને બુધવારે સવારે ૮ વાગ્યે આરતી પૂજન સાંજે ૪ વાગ્યે શ્રી બળીયા હનુમાનજી મંદિર સાવરકુંડલાના પૂ. વિજયગીરીબાપુના હસ્તે દિપપ્રાગટય અને અમરેલીના ડો.વસંતભાઇ પરીખ ધર્મસભાના મુખ્યવકતા તરીકે પ્રવચન આપશે. સાંજે ૬ વાગ્યે દાતાઓનુ સન્માન રાત્રે ૯ વાગ્યે રાસ ગરબાની રમઝટ બોલશે.

તા.રરને ગુરૂવારે સતલોકવાસી શ્રી સાગરદાસ સાહેબનો ભંડારો કબીર ટેકરીની વાડીએ યોજાશે. જયારે સવારે ૭ વાગ્યે ધ્વજારોહણ ૭-૩૦ વાગ્યે મહાઆરતી, ૮ વાગ્યે શોભાયાત્રા, બપોરે ૧૨-૩૦ વાગ્યે મહાપ્રસાદ, સાંજે ૪ વાગ્યે સનાતન આશ્રમ બાઢડાના પ.પુ.જયોતીમૈયાના હસ્તે ધર્મસભાનું દિપપ્રાગટય ૪-૩૦ વાગ્યે સ્મીતાબેન હિતેન્દ્રભાઇ નિમ્બાર્ક દ્વારા સ્વાગત પ્રવચન તથા રાત્રીના ૮ વાગ્યે સંસ્થા દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃતિઓની ઝાંખી પ્રોજેકટ ર દ્વારા રજૂ કરાશે. સંતવાણી કાર્યક્રમ રાત્રે ૧૦ વાગ્યે મુંબઇના સુપ્રસિધ્ધ ભજનીકો દ્વારા રજૂ કરાશે.

જેમાં નાનજીભાઇ ભાનુશાલી (મુંબઇ), જીતુભાઇ ભાનુશાલી, દિપકભાઇ ભાનુશાલી, દયારામ ભાનુશાલી, પ.અરવિંદભાઇ ભાનુશાલી (મુંબઇ) ઉપસ્થિત રહેશે.

 આ તકે ભાવનગરના પૂ.નારાયણદાસ સાહેબ, શિવ દરબાર આશ્રમ, કાનાતળાવના પૂ.ઉષામૈયા, સાવરકુંડલા બાંધરયાણી ખોડીયારના મહંત શ્રી મહેશદાસ, મહંતશ્રી ઘનશ્યાબાપુ, માનવ મંદિરના મહંતશ્રી ભકિતરામબાપુ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત રાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ નારણભાઇ કાછડીયા, પ્રદેશ ભાજપ મંત્રી પ્રદિપસિંહ વાઘેલા, ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત, પૂર્વ મંત્રી વી.વી.વઘાસીયા, હિરેનભાઇ હીરપરા, વિપુલભાઇ ઉનાવા, સંજયભાઇ કોઠીયા, ડી.કે.પટેલ સહિતના ઉપસ્થિત રહેશે.

તિથીના મુખ્ય યજમાન ઓધવરામ મહિલા મંડળ શિક્ષણ સહાયના મુખ્ય યજમાન ક્રિષ્ના ગૃપ ડોમ્બીવલી હ.નાનબાઇ મંગલદાસ ભાનુશાલી, સંતોષભાઇ રમેશભાઇ ભાનુશાલી છે.

જયારે તપસ્વી સાહેબ મેડીકલ સહાયના મુખ્ય દાતા સ્વ.ભાનુશાલી ભરતભાઇ સુંદરજીભાઇ ભદ્રા (કચ્છ ગામ શીરવા) હાલ જુહુવાલા હ. વર્ષાબેન લહેરીકાંત ભદ્રા, આશ્વાબેન હિમ્મતભાઇ ભદ્રા, મીનાબેન ચેતનભાઇ ભદ્રાના સહયોગ પ્રાપ્ત થયો છે.

આ તકે ચેતનભાઇ લવજીભાઇ મંગે, દિપકભાઇ વિરજીભાઇ દામા, જશોદાબેન કાનજીભાઇ મીઠીયા, મનજીભાઇ રવજીભાઇ પટેલ, છગનભાઇ નાનજીભાઇ નાકરાણીને સદગુરૂશ્રી કબીર સાહેબ સેવા એવોર્ડ અપાશે.

જયારે જેઠાલાલ હરજીભાઇ ગજરા, શંકરલાલ રતનશીભાઇ મંગે, લક્ષ્મણભાઇ, રામજીભાઇ રાઠોડ, તેજાભાઇ ગગજીભાઇ રાઠોડ, હીરાબેન ચિમનભાઇ સુરજીવાલા, ભગવતીબેન જયંતીભાઇ ડાભીનુ વિશિષ્ટ સન્માન કરાશે.

સફળ બનાવવા ઉમેશભાઇ જે.ચાવડા, ઘનશ્યામભાઇ રામજીભાઇ પટેલ, બાબુભાઇ રવજીભાઇ બરવાળીયા, રમેશભાઇ હરજીભાઇ ઠુંમર, કાળુભાઇ મંગળજીભાઇ ઉનડકટ, વનમાળીભાઇ દુર્લભજીભાઇ મકવાણા, વિપુલભાઇ રતીભાઇ મકવાણા, સંતશ્રી સાગરદાસ સાહેબ, જીવનદાસ સાહેબ ટ્રસ્ટી મંડળ કબીર ગૃપ અરવિંદભાઇ મેવાડા, રામખદેવસિંહ ગોહિલ, હેમાંગભાઇ ગઢીયા, વિજયભાઇ વાઘેલા, અનિરૂધ્ધસિંહ રાઠોડ, કિશોરભાઇ બુહા સહિતના જહેમત ઉઠાવી છે.

ભાવિકોને લાભ લેવા મહંતશ્રી નારાયણદાસ ગુરૂ ૧૦૮ શ્રી બિહારી સાહેબ અધ્યક્ષશ્રી સદગુરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા આમંત્રણ પાઠવાયુ છે.

વધુ વિગત માટે કબીર ટેકરી સંતકબીર રોડ સાવરકુંડલા જી.અમરેલી ફો.૦૨૮૪૫ ૨૨૩૯૮૫ અથવા મો. ૯૮૨૪૯ ૯૧૦૭૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.(૪૫.૮)

(12:01 pm IST)
  • આંધ્રપ્રદેશમાં પુરમાં ડૂબી શકે છે ચંદ્રબાબુનું ઘર :તંત્રએ ખાલી કરવા નોટિસ ફટકારી :આધ્રપ્રદેશના અધિકારીઓએ પૂરની ભયંકર સ્થિતિને લઇને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુને કૃષ્ણા નદી કિનારાના ઘરને ખાલી કરવા નોટિસ મોકલી access_time 12:51 am IST

  • માતૃભૂમિના ભાગલા પાડનાર તમામ લોકો ગુનેગાર છે : જમ્મુ કાશ્મીરમાં 370 મી કલમ અમલી કરનાર ભારતના પ્રથમ વડાપ્રધાન નેહરુને ગુનેગાર ગણાવ્યા : ભોપાલના ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરએ શિવરાજ સિંહના મંતવ્યને સમર્થન આપ્યું : નરેન્દ્ર મોદી તથા અમિત શાહના સમર્થકોને ખરા દેશભક્ત ગણાવ્યાં access_time 8:05 pm IST

  • ભારતની ટોચની દોડવીર હિમા દાસએ જીત્યો છઠ્ઠો ગોલ્ડ ;હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક રિપબ્લિકની એથલેટિક મિટિનેક રેટર ઇવેન્ટમાં જીત્યો ગોલ્ડમેડલ : પુરુષો અને મહિલાઓની 300 મીટર ઇવેન્ટ્સમાં બંનેએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા :.2 જુલાઇથી યુરોપિયન ઇવેન્ટ્સમાં હિમાનું આ છઠ્ઠું ગોલ્ડ મેડલ : અનસે 32.41 સેકન્ડના સમય સાથે પુરુષોની 300 મીટરની દોડ જીતી access_time 9:15 am IST