Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ગોંડલમાં જુગારના હાટડા પર એલસીબી ત્રાટકીઃ ૩ મહિલા સહિત ૧૦ પકડાયા

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે.

રાજકોટ તા.૧૨: ગોંડલમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારના હાટડાપર  એલસીબીએ રેઇડ કરી જુગાર રમતી ૩ મહિલા સહિત ૧૦ વ્યકિતઓને ઝડપી લીધા હતા.

જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તરફથી દારૂ તથા જુગારની બદ્દીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અંગે એલસીબીમાં પોલીસ ઇન્સ. એમ એના રાણા તથા પો.સબ.ઇન્સ. એચ.એ.જાડેજા, એલ.સી.બી. સ્ટાફ સાથે ગોંડલ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન આઇટીઆઇની બાજુમાં રહેણાક વિસ્તારમાં જુગાર અંગે રેડ કરતાં ૩ મહિલા સહિત ૧૦ વ્યકિતઓને રોકડ રૂપિયા ૪૪૦૦૦ મોબાઇલ નં.૯ કી.રૂ.૨૭૦૦૦ તેમજ મો.સા.૨ કી.રૂ.૪૦૦૦૦ મળી કુલ મુદ્દામાલ ૧૧૧૦૦૦ સાથે ઝડપી લીધા હતા.

જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં (૧)રમેશ ઉર્ફે અદા પ્રભાશંકરભાઇ છેલાવડા રે.ગોંડલ, (૨)વિજયસિંહ કિશનસિંહ સિસોદીયા રે.ગોંડલ, (૩)શૈલેષ પ્રવીણભાઇ ખરસાણી રહે.રાજકોટ (૪)રમેશ ઇશ્વરભાઇ ગોસાઇ રે વિરનગર, (૫)જીલુ ભનુભાઇ સાનીયા રે.જસદણ (૬)જયંતી કરશનભાઇ શેખલીયા રહે.વીરનગર, (૭)કૈલાશ કાનજીભાઇ ખુમાણ ત.ઉ.વ.૨૭ રહે.હેલેન્ડા, (૮)અફસાનાબેન વા-ઓ સલીમભાઇ ટપુભાઇ બોદાણી રે.રાજકોટ (૯)હેમાબેન વા-ઓ ચેલારામ તીરથદાસ પુસવાણી રે.રાજકોટ તથા (૧૦)વનીતાબેન વા-ઓ કાનજીભાઇ બાવાભાઇ બુટાણી રે.નોંધણ ચોરાનો સમાવેશ થાય છે.

આ કામગીરીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના એસીઆઇ પ્રભાતભાઇ બાલાસરા, એચસી રવિદેવભાઇ બારડ, એચસી અનીલભાઇ ગુજરાતી, પીસી રહીમભાઇ દલ, દિવ્યેશભાઇ સુવા, હિતેષભાઇ અગ્રાવત, મયુરસિંહ જાડેજા, ભિખુભાઇ ગોહેલ તથા ડ્રાઇવર અમુભાઇ વિરડા રોકાયા હતા.

(12:00 pm IST)
  • સાતમ-આઠમ પછી ગુજરાત-મહારાષ્ટ્ર સહિત રાજયોના પશ્ચિમ કાંઠે સારો વરસાદ પડશેઃ ખાનગી વેધર એનાલીસ્ટે ટવીટ્ કરી જણાવ્યું છે કે ૩૧ ઓગષ્ટ પછી લો-પ્રેસર (એલપીએ) ફોર્મેશન થવાની જીએફએસની આગાહીઃ દેશના પશ્ચિમના કાંઠે ફરી ભારે વરસાદની પુરી સંભાવનાઃ ગુજરાત-મહારાષ્ટ્ર-કર્ણાટક, આંધ્ર-છત્તીસગઢ-ઓડીસા સહિતના રાજયોમાં સારા વરસાદના એંધાણ access_time 11:35 am IST

  • દિલ્હીમાં યમુના નદીના પાણી ભયજનક સપાટીએ : નદીકાંઠે વસતા લોકોનું સ્થળાંતર કરાવવાની કાર્યવાહી શરૂ : રેસ્ક્યુ વ્યવસ્થા માટે ચીફ મિનિસ્ટર કેજરીવાલએ તાત્કાલિક મિટિંગ બોલાવી access_time 12:33 pm IST

  • ગુજરાતમાં વસતા લઘુમતિ કોમના લોકોમાં પુરુષ દીઠ મહિલાઓની સંખ્યા હિંદુઓ કરતા વધારે : ખ્રિસ્તી કોમમાં 1000 પુરુષદીઠ 979 મહિલા ,જૈનમાં 966 તથા મુસ્લિમ કોમમાં 1000 પુરુષદીઠ 944 મહિલાની સંખ્યા : હિંદુઓમાં 1000 પુરુષદીઠ 916 મહિલાઓ હોવાનો કેન્દ્ર સરકારનો અહેવાલ access_time 12:09 pm IST