Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ભુજમાં હરતી ફરતી જુગાર કલબમાં અઢી લાખની રોકડ સાથે ૮ ઝડપાતાં ચકચાર

(વિનોદ ગાલા)ભુજ,તા.૧૯: શ્રાવણ મહિના દરમ્યાન જુગારીઓ સામે સપાટો બોલાવવાની કામગીરી પશ્યિમ કચ્છ પોલીસે સતત ચાલુ રાખી છે. સાતમ આઠમ પહેલાં જ ભુજમાં હરતી ફરતી જુગાર કલબ ઝડપીને મોટી રકમ સાથે આઠ જુગારીઓને પકડી પોલીસે કડકાઈભરી કામગીરી ચાલુ રાખી છે. ડીવાયએસપી જે.એન. પંચાલે ભુજના નાગોર રોડ ઉપર આવેલ ખારી નદીમાં જુગાર રમતા ૮ શખ્સોને મોટી રકમ સાથે ઝડપી પાડ્યા હતા. જોકે, જુગાર રમાડનાર મુખ્ય આરોપી સહિત અન્ય શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે ધાણી પાસાનો જુગાર રમતા (૧) કૌશીક પ્રકાશ ગોર, આશાપુરાનગર, સરપટગેટ, (૨) બલરામ જેન્તીલાલ વરૂ, જુનાવાસ, માધાપર, (૩) વલમજી જટાશંકર ગોર, જયપ્રકાશનગર, નાગનાથ મહાદેવ મંદિર પાસે, (૪) શૈલેષ રામજી રાઠોડ, નવાવાસ, માધાપર, (૫) ગોપાલ રાણા મારવાડા, ચપરેડી (ભુજ), (૬) શાંતિલાલ દાનસંગ આમર, પબુરાઈ ફળિયા, ભુજ, (૭) કેતન હરિલાલ રાજગોર, આશાપુરાનગર, સરપટગેટ, (૮) હરેશ ઉર્ફે હર્ષદ દયારામ ફૂલીયા, જુનાવાસ, માધાપર ને ૨ લાખ ૫૬ હજાર ૩૦૦ રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના સ્થળે થી ૯ મોબાઈલ કિ. રૂપિયા ૪૩ હજાર અને ૮ બાઈક કિ. રૂપિયા ૨ લાખ ૭૦ હજાર એ મળીને રોકડ તેમ જ માલમતા એમ કુલ ૫ લાખ ૬૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે, ધાણી પાસાનો જુગાર રમતા ઝડપાયેલા જુગારીઓ ઉપરાંત જુગાર રમાડનાર નાસી છુટેલા મુખ્ય આરોપી મનીષ હરિલાલ રાજગોર તેમ જ અન્ય નાસી છૂટેલા શખ્સો વિરુદ્ઘ પણ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:57 am IST)
  • સાતમ-આઠમ પછી ગુજરાત-મહારાષ્ટ્ર સહિત રાજયોના પશ્ચિમ કાંઠે સારો વરસાદ પડશેઃ ખાનગી વેધર એનાલીસ્ટે ટવીટ્ કરી જણાવ્યું છે કે ૩૧ ઓગષ્ટ પછી લો-પ્રેસર (એલપીએ) ફોર્મેશન થવાની જીએફએસની આગાહીઃ દેશના પશ્ચિમના કાંઠે ફરી ભારે વરસાદની પુરી સંભાવનાઃ ગુજરાત-મહારાષ્ટ્ર-કર્ણાટક, આંધ્ર-છત્તીસગઢ-ઓડીસા સહિતના રાજયોમાં સારા વરસાદના એંધાણ access_time 11:35 am IST

  • હવે આવકવેરા વિભાગ કરદાતા પ્રત્યે નરમ વલણ અપનાવશે ;નાણામંત્રી સીતારામણએ આપી સલાહ ;સૂત્રો મુજબ આવકવેરા વિભાગ હવે દ્રષ્ટિકોણ બદલશે ;કડક નહિ પરંતુ મિતભાષી બનશે :જોકે કોઈપણ પ્રકારની ત્રુટિ હશે તો નજર અંદાજ કરશે નહિ access_time 9:12 am IST

  • આરજેડી નેતાએ નીતીશકુમારના કર્યા વખાણ :કહ્યું મોદીને આપી શકે છે પડકાર:આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની પ્રશસા કરતા કહ્યું કે નીતીશકુમાર પીએમ મોદીને પડકાર આપી શકે છે access_time 1:09 am IST