Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

બોટાદમાં પ્રૌઢ ઉપર છરી-પાઇપથી ખૂની હૂમલો : ફાયરિંગનો પ્રયાસ

બોટાદ : બોટાદના પાળિયાદ રોડ પર કૈલાશનગરમાં રહેતા રાજુભાઇ જેઠસુરભાઇ બોરીચા નામના કાઠી પ્રૌઢ પાળિયાદ રોડ પરની બોટાદકર કોલેજ પાસે હતા ત્યારે ગોંડલના મોટાદડવા ગામે રહેતો અક્ષય મંગળુભાઇ ધાંધલ અને ત્રણ અજાણ્યા શખસો કારમાં ઘસી આવ્યા હતા અને છરી-પાઇપથી ખૂની હુમલો કર્યો હતો અને તમંચામાંથી ફાયરિંગનો પ્રયાસ કરી નાસી છૂટયા હતા. જયારે ઘવાયેલા રાજુભાઇ બોરીચાને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે અક્ષય ધાંધલ અને ત્રણ અજાણ્યા શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતનીકલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૃ કરી હતી.

(1:03 pm IST)