Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

હાર્દિક પટેલને સાંજ સુધીમાં મુક્ત નહીં કરાય તો આશ્ચર્યજનક કાર્યક્રમ :મોરબી પાટીદાર હિત રક્ષક સમિતિની ચીમકી

અમદાવાદ :પાસ કન્વીરનર હાર્દિક પટેલની પોલીસે અટકાયત કરી છે. હાર્દિક ઉપવાસ સ્થળે જવા રવાના થતા પોલીસે દ્વારા તેને અટકવવામાં આવ્યો હતો. પોલીસે હાર્દિકની કારનો દરવાજો બળજબરીથી ખોલી હાર્દિક પટેલની અટકાયત કરી હતી. પોલીસે ગાડીમાંથી ઉતારી હાર્દિકને પોલીસ ગાડીમાં બેસાડ્યો હતો.

હાર્દિક સહિત પાસના કન્વીનરોની પણ અટકાયત કરવામાં આવી હતી. હાર્દિકની અટકાયત કરતાની સાથે પાસના કાર્યકરોએ જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા. હાર્દિક પટેલને પોલીસની વાનમાં બેસાડી પોલીસ રવાના થઈ હતી. હાર્દિક પટેલને ક્રાઈમ બ્રાંચ લઈ જવામાં આવી રહ્યો છે તેવામાં જ મોરબી પાટીદાર હિત રક્ષક સમિતિ અવે મેદાન પર આવી છે જો હાર્દિકને સાંજ સુધી નહિ છોડાય તો આશ્ર્યજનક કાર્યક્રમ અપાશે.

(1:01 pm IST)