Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

જૈનાબાદ ગામ પાસેથી ટેન્કરમાંથી ઓઇલ ચોરી ઝડપાઇઃ ચાર શખ્સો પકડાયા

સુરેન્દ્રનગર :  જૈનાબાદ ગામે  ટેન્કરમાંથી ઓઇલ ચોરી કરી હેરાફેરી કરવામાં આવતી હોવાથી બાતમીના આધારે  ફોજદાર કે.કે. કલોતરા તથા સ્ટાફે દરોડો પાડયો હતો. અને બે ટેન્કરમાંથી ઓઇલ ચોરી કરવામાં આવતી હોય ઝડપી લીધી હતી.  અને ર૪ ટન ઓઇલ તથા ૩૦ લીટરડીઝલ બેરલ અને ઇલે. મોટરો, તૂટેલા બેરલો અને મહેસાણાના કડી ગામના ઓમ ટ્રાન્સપોર્ટની કોરી બિલ્ટીઓ સહિત રૂ. ૪૭.પ૦ લાખનો મુદામાલ શક પડતી મિલકત તરીકે કબજે કર્યો હતો. પોલીસે જૈનાબાદના બ્લોચ મીરખાન રહીમખાન, પાટણના મીસરના બ્લોચ  શેરખાન બાદરખાન, જૈનાબાદના મુસા અહેમદ સૈયદ અને મુંબઇના સલીમ ફતાનસીંગ શેખને ઝડપી લીધા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

(12:45 pm IST)