Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

ઉપલેટામાં તાળા તોડી મકાનમાંથી પાંચ લાખના મુદામાલની ઘરફોડી

ઉપલેટા : અહિયા કોલકી રોડ ઉપર આવેલ વર્ધમાન નગરમાં રહેતા એક સોની પરિવાર બહાર ગામ જતા બંધ મકાનના તાડા તોડી પ્રવેશ કરીને  રૂ. પ લાખ એકસોના મત્તાની ચોરી થતાં ઉપલેટા પોલીસમાં  ફરીયાદ દાખલ થયેલ છે.

આ અંગે વિગત એવા પ્રકારનીછે કે ઉપલેટામાં સોની પરેશભાઇ રસીકભાઇ માંડલીયા કોઇ કારણસર બહારગામ ગયેલ હતા તેે સમય દરમ્યાન બંધ મકાનના તાડા તોડી  મકાનમાં પ્રવેશ કરીને કબાટમાંથી  ૩.પ૧ હજાર રોકડા  તથા સોના, ચાંદીના દાગીના મળીને રૂ. પ લાખ એકસોની મત્તાની કોઇ હરામખોર ચોરી ગયાની ફરીયાદ ઉપલેટા પોલીસમા દાખલ થયેલ છે.

(12:44 pm IST)