Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

મોરબીના કંડલા બાયપાસ પાસે ડિવાઇડર સાથે અથડાયા બાદ ૨ ટ્રક પલ્ટી જતાં ટ્રાફિકજામ

મોરબી : નવલખી ફાટકથી વાવડી ચોકડી જતા રોડ પાર વચ્ચે આવતી ડીવાઈડર સાથે એક ટ્રેઇલર અથડાયા બાદ પલટી મારી ગયું હતું તેમજ એક ડમ્પર પણ પલટી ગયું હોય મોડી રાત્રીના સમયે બે વાહનો રોડ પર ઊંઘા પડતા વહેલી સવારે ચક્કાજામ સર્જાયો હતો તો ટ્રાફિક શાખાના પીએસઆઈ પી.આર.વાઘેલા સહિતની ટીમ દોડી ગઈ હતી અને ક્રેઇન બોલાવી ક્રેઇનની મદદથી ટ્રાફિક કલીયર કરાવવા મથામણ કરી રહ્યા છે તો આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો પરેશાનીમાં મુકાયા છે. (તસ્વીર - અહેવાલ : પ્રવિણ વ્યાસ, મોરબી)(૨૧.૧૩)

(2:26 pm IST)