Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

કોરોનાની ત્રીજી લહેર સુનામી જેવી ભયંકર છે તે માટે ઠાકોરજીને પ્રાર્થના કરીએઃ પૂ. રમેશભાઈ ઓઝા

ગુરૂ ગોરક્ષનાથ આશ્રમે કથાનો વિરામઃ ઓનલાઈન કથાનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૯ :. જૂનાગઢના ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ ખાતે અમેરિકા નિવાસી શ્રીમતી પ્રજ્ઞાબેન પંકજભાઈ પંચમતિયા પરિવાર મનોરથી દ્વારા પૂ. શેરનાથબાપુના સાનિધ્યમાં પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ઓનલાઈન ગિરનારી ભાગવતી કથા ગંગા શ્રીમદ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આઠમાં દિવસે કથા વિરામ પ્રસંગે પૂ. ભાઈશ્રીએ જણાવ્યુ હતુ કે જ્યારથી જૂનાગઢ આવ્યો ત્યારથી પૂ. શેરનાથબાપુ સતત પૂછયા કરે આપ પ્રસન્ન છોને નિસકપટ પ્રેમ જ્યાં કપટ હોય ત્યાં પ્રેમ ન રહી શકે.. પૂ.બાપુનો પ્રેમાળ સ્વભાવ કાયમ માટે યાદ રહે છે પ્રેમ એ ચાપલુસી નથી તમારો સ્વાર્થનો પ્રેમ હોય તે તમારી ભૂમિકા છે દેવ અંતર્યામી હોય તે તરત પકડી લ્યે છે. સોનુ છે તેમાંથી અલગ અલગ ઘરેણા બનાવ્યા છે પણ અંતમાં યાદ એ રાખવાનુ છે કે બધુ સોનુ જ છે.

ઉપલેટાના લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવીએ વાત કરી એ બહુ ગમી ટીટોડીની વાત કે પાર્વતીજી શંકર ભગવાનને કહે તમે ડમરૂ વગાડો એટલે વરસાદ થાય એ તમારો વહેમ છે પણ પાર્વતીજી એક વખત ભ્રમણ કરવા નિકળ્યા ત્યારે એક ખેડૂત કહેતો હતો કે ટીટોડી બોલી હવે ત્રણ દિવસમાં વરસાદ થશે ત્યારે પાર્વતીજીએ પાછુ ભગવાનને પૂછયુ કે તમે ડમરૂ વગાડોને વરસાદ થાય એ ખોટુ છે લોકો-ખેડૂતો તો એમ માને છે કે ટીટોડી બોલીને ૩ દિવસમાં વરસાદ થાય ભગવાન ટીટોડીને બોલાવી પૂછે છે કે આ શું છે તું બોલેને ત્રણ દિવસમાં વરસાદ થાય તો ટીટોડી કહે મને ખબર નથી લોકો માને છે માટે તમારી શ્રધ્ધા જ તમને કામ આવે તેવી શીખ આપી હતી.

જીવનમાં સતત પ્રયત્નશીલ રહી કલાકારો એ દરરોજ રિયાઝ કરતા રહેવો જોઈએ કારણ વિનાની ટીટોડી લોક માન્યતામાં દંડાઈ જાય છે.

ભલેને કોરોના હોય ગાવાનુ - બોલવાનું - વગાડવાનુ ચાલુ જ રાખવું જેથી ભૂલી ન જવાય. દેવને પ્રસન્ન કરતા તેને પ્રિય વસ્તુ અર્પણ કરવી જોઈએ, આપણે યજ્ઞમાં વરૂણને આહુતી આપીએ કહીએ આ આપનુ છે. જય સિયારામ, જય શ્રીકૃષ્ણ, જય માતાજી, જય ગિરનારી આદેશનો જયઘોષ કરાવતા ભાઈએ જણાવેલ કે જોડો અને જોડાવ તોડ અને તોડા આ રાક્ષસી વૃતિ છે. તોડ તોડતા તે જ તૂટી જાય છે. નષ્ટ કરતા કરતા નષ્ટ થઈ જાય છે.

માતૃદેવ ભવઃ બાળક માના ઉદરમાં હોય ત્યારથી તેને સંસ્કાર મળે છે માતા જ બાળક માટે સાચી યુનિવર્સિટી, જેનાથી આપણા જીવનમાં કોઈ ફેર પડયો હોયતો આપણે આપણા ટીચરને નથી ભૂલતા આચાર્ય દેવો ભવઃ સમર્થ સદગુરૂની દ્રષ્ટિ તમારી પર પડવાથી પરિવર્તન આવે છે. પૂ. ભાઈશ્રીએ જય સીયારામ, જય શ્રીકૃષ્ણ, હરીઓમ, જય માતાજી, જય ગિરનારી આદેશ સબ ઘટમે સાંઈ જે રૂપમાં હોય તે પ્રસન્ન હોય તેમ જણાવ્યુ હતુ તમે તમારા ટીચરને ભૂલી ન શકો અહીં ગમે તેટલા ભણેલા ગણેલા બેઠા છે હમણા પરીક્ષા લેવાશે કે નહી ? કોરોનાકાળમાં શું કરવુ ? સરકારને સમજાતુ નથી, હાલો તમારી પરીક્ષા લઉ છું. પેલોપશ્રી ૧૯૬૩મા સૌથી શ્રીમંત માણસ કોણ હતો ? એ કોઈ એરગેરનુ તો નથી ૬૩ છોડો ૧૯૮૩નુ કહો મોબાઈલ અડયા વગર કહો બતાવે, સૌથી અમીર આદમી કોણ હતો ? ઓલ્મ્પીકલાં ગોલ્ડ મેળવનારનુ નામ આપો, ૧૯૯૭મા આફ્રિકન સફારીમા ૧લા નંબરે આવેલનુ નામ આપો, આ પરીક્ષામાં બેઠા બધા ફેઈલ થવાના છે. તમે ભણતા હતા તે સમયના ત્રણ શિક્ષકના નામ.. હાથ ઉંચા કરો જે હાથ ઉંચા નથી થયા તેના જીવનમાં ભણતર ચડયુ નથી એવો કટાક્ષ કરેલ. અવધુત રજગુરૂઓનુ વર્ણન કરતા પૂ. ભાઈએ પંચમહાભૂત બનેલુ શરીર આપણા ગુરૂ છે. તેનો આશ્રય કરવો અનિવાર્ય છે. શરીર ટકાવવા કોવિડમાં જેવો ઓકિસજન લેવલ ઘટતા શું દશા થાય ? આ સારા પેડ-પૌદા પરમાત્મા એ આપણા માટે બનાવ્યો પ્લાન્ટ ટ્રીગે પેડ લગાવ પૂ. પાંડુરંગ દાદા કહેતા છોડમાં રણછોડ વૃક્ષ મંદિર બનાવો વૃક્ષનો કન્સેપ આપ્યો, ભાગવત જુવો કૃષ્ણ ભગવાન કદમના વૃક્ષની એ બેઠો વાંસળી વગાડે વડલા હેઠે ગાયુ ચારે છે. અનીક્ષેયન ખોલી શકો તો કોઈ નહી વૃક્ષ વાવો કેટલાય પક્ષીને ખોરાક મળશે. કરૂણામાંથી કથા પ્રગટ થઈ છે. જે પથ્થર માટે એને ઝાડ ફળ આપે એ સાધુતા છે, દતવાળી ધથારા મચ્છયનનાથ ગોરક્ષનાથ છે. ઓશોની યાદ આવે છે. મરો રે જોગી મરો મરણ હે મીઠા ઓશોની આવાજ ગુંજે છે.

આ સત્સંગ મે ઘણા સમય પહેલા સાંભળ્યો હતો. આકાશ પૃથ્થવી, વાયુ, અગ્નિ, ચંદ્રમાને મતસ્યન્દ્રનાથ ગોરક્ષનાથ આ વાતની ચર્ચા કરે છે. ૨૪ગુરૂઓની આવડી આગષ્ય સારી છે એ વેલો આ બધાનાથીઓ સિદ્ધો આનો વેલો છે ફલાણો કોની પરંપરા છે આ કોનો વેલો છે પૃથ્વી મારી ગુરૂ છે. એક એક ગુરૂ ઉપર વિસ્તારપૂર્વક બોલાય જળ, વાયુ, અગ્નિ પંચમહાભૂતથી શરીર બન્યુ છે. નાથસંપ્રદાયે આ વિષય ઉપર ખેડાણ કર્યુ છે. આ પંચમહાભૂતથી બનેલ શરીરને જાળવવુ અનિવાર્ય છે. તેને ટકાવવા પૃથ્વી, જળ, વાયુ વગર જીવન અશકય છે. કોવિડમાં આપણે જોયુ ઓકિસજન વગર કેટલા હેરાન થાય છે. તમારી પાસે સગવડ ન હોય તો વૃક્ષ વાવો, તંદુરસ્તીમા અને સોજી જાવમાં ફેર છે અવધુત બધા પાસેથી ભિક્ષા લે છે સેવામાં કયાંય ચૂકો એટલે ગુરૂ તરત કાન પકડે, માણસ અંત સમયે ખુદ તો ખુદ સાથે સંવાદ થાય છે પણ જો યોગેશ્વર સાથે સંવાદ થાય તો તે શાંતિ પામે છે. છેલ્લે પસ્તાવા સિવાય કાંઈ નથી રહેતુ. જીંદગીમાં કેટલુ કમાણા પૈસા માટે કેટલાના લૂટયા, બેઈમાની કરી અંતમાં પૈસા એમને કોરોનાથી પમ ન બચ્યો, મૃત્યુ સૈયા પર સુતેલ માણસ પોતાની સાથે સંવાદ બોલે ઓછા ભાગ્યશાળી હોય જીવાયેલ જીંદગીથી કોઈ સિકાયત નથી, કબીર કહેજી કી કયુસીર દી ચદરીયા આલ્યા વિરામ અંતે પૂ. ભાઈશ્રીએ સૌને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરો, કોરોના ગયો નથી બ્રિટનમાં ૫૦ હજારથી વધુ કેસ વધ્યા છે. ત્રીજુ મોજુ બહુ ભયંકર આવે તેવી સંભાવના છે. ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે આ મોજુ ન આવે પણ એ સુનામીને અટકાવી નહી શકીએ પૂર્વ તૈયારી કરી સરકાર પર પ્રેસર ન આવે, આપણે જરાય બેદરકાર ન રહીએ પછી આપણે આપણા અપલખણને કારણે રોગનો ભોગ ન બનીએ.

(12:58 pm IST)