Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

કેશોદમાં ચોમાસુ સિઝન શરૂ થયાના સવા માસ બાદ પણ વરસાદી આંક હજુ બે આંકડામાં પહોંચ્યો નથી : સિઝનનો કુલ ૮ ઇંચ

સામાન્ય રીતે દર વર્ષે સિઝનના કુલ વરસાદનો અડધો વરસાદ તો ચોમાસુ સિઝનની શરૂઆતના પ્રથમ એક માસમાં જ વરસી જતો : બે આંકે (૧૦ ઇંચ) પહોંચવામાં હજુ બે ઇંચની દુરી : સિઝનમાં ૩પ થી ૪૦ ઇંચ જેવા વરસાદની જરૂરત સામે પ્રવર્તમાન સિઝનમાં સૌ પ્રથમ વખત છેલ્લા એક સપ્તાહથી શરૂ થયેલ વરસાદી માહોલ વચ્ચે સિઝનના કુલ વરસાદનો પાંચમાં ભાગનો વરસ્યો : સળંગ વરસાદનો અભાવ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા., ૧૯: પ્રવર્તમાન ચોમાસુ સિઝનમાં સૌ પ્રથમ વખત છેલ્લા એક સપ્તાહી શરૂ થયેલ વરસાદ  સીઝનનો કુલ આઠ ઇંચ નોંધાયેલ છે. આ સ્થિતિને બીજા શબ્દોમાં કહીએ તો સતાવાર રીતે ચોમાસુ સીઝન શરૂ થયાને લગભગ સવા માસ બાદ પણ વરસાદી આંક હજુ બે આંકડામાં પણ પહોંચ્યો નથી.

આ વિસ્તારમા઼ ચોમાસાની સિઝન ૧પ જુનથી ગણવામાં આવે છે. સામાન્ય રીતે અત્રે ૧૦ થી ૨૦ જુન વચ્ચે વરસાદની શરૂઆત થઇ જાય છે અને આ દરમિયાન લગભગ ૩ થી ૬ ઇંચ જેવો વરસાદ પડી જતા ખેડુતો વાવણી કાર્યમાં પરોવાઇ જાય છે.

પરંતુ ચાલુ વર્ષે સ્થિતિ કાંઇક અલગ જ જોવા મળી છે. ચાલુ વર્ષે ચોમાસુ સિઝન ૧પ જુન થી શરૂ થઇ જશે. આ દરમિયાન વરસાદી માહોલ સારો રહેશે જેવો સિઝન શરૂ થવાને બે-ત્રણ માસ પુર્વે વરસાદનો વરતારો આપનાર આગાહીકારોની મેઘરાજાએ હવા કાઢી નાખી હોઇ તેમ મેઘરાજા આ વિસ્તારમાં લગભગ ૯ જુલાઇ સુધી ડોકાયા જ ન હતા.

કેશોદ વિસ્તારમાં મેઘરાજાએ ૧૦ જુલાઇથી એન્ટ્રી કરતા અર્થાત ચોમાસુ સિઝન શરૂ થયાના લગભગ એક માસ બાદ (આ વિસ્તારમાં) વરસાદલ માહોલ ઉભો થયેલ છે. જે છેલ્લા એક સપ્તાહથી છયથાવત રહેલ છે. મેઘરાજા દરરોજ વધતા-ઓછા પ્રમાણમાં વરસી જાય છે. જો કે સળંગ વરસાદનો અભાવ જોવા મળેલ છે.

છેલ્લા એક સપ્તાહથી શરૂ થયેલ વરસાદી  માહોલ વચ્ચે અત્રે સીઝનનો સતાવાર રીતે સીઝનનો કુલ સવા આઠ ઇંચ (ર૦૮ મી.મી.)એટલે કે સીઝનના કુલ વરસાદના પાંચમાં ભાગેનો વરસાદ વરસેલ છે.

આ વિસ્તારમાં દર વર્ષે સરેરાશ ૩પ થી ૪૦ ઇંચ વરસાદની જરૂરત રહેલલી છે.  અને લગભગ હરસાલ જરૂરત મુજબ વરસી મેઘરાજા પોતાનો કવોટો પુર્ણ કરી દે છે.  આ સ્થિતિ વચ્ચે સામાન્ય રીતે દર વર્ષે આજી સીઝન દરમ્યાન પડતો કુલ વરસાદનો અડધો (લગભગ ૧પ થી ર૦ ઇંચ જેવો)વરસાદ તો ચોમાસુ સીઝન શરૂ થયાના લવગભગ એક માસ જેવા સમયમાં જ વરસી જતો હોઇ ેછે. જેની સામે આજે ચોમાસુ સીઝન શરૂ થયાના સવા માસ બાદ આઠ ઇંચ જેવો નોંધાતા દરવર્ષે શરૂઆતના પ્રથમ એક માસમાં પડતા વરસાદની સરખામણીમાં અડધાથી પણ વધુ  વરસાદની ખાદ્ય જણાઇ રહેલ છે.

ચોમાસુ સિઝન શરૂ થયાના સવામાસ જેવા સમયમાં સિઝનના કુલ અડધા અડધ વરસાદની વાત તો દુર રહી પ્રવર્તમાન ચોમાસુ સિઝન દરમિયાન હજુ વરસાદી આંક માંડ બે આંકડે પણ પહોંચી શકયો નથી. આ આંક બે આંકે (૧૦ ઇંચે  ,પહોચવામાં હજુ બે ઇંચની દુરી જણાઇ રહેલ છે. જો કે આની પાછળનું કારણ વરસાદની માત્રા ઓછી હોવાનું જણાઇ રહેલ છે.

જો કે આની પાછળનું કારણ વરસાદની માત્રા ઓછી હોવાનું જણાઇ રહેલ છે. જો કે છેલ્લા એક સપ્તાહથી માહોલ ઉભો થયેલ અને આજે પણ સ્થિતિ યથાવત હોઇ દર વર્ષની સરખામણીમાં જણાતી વરસાદની ખાદ્ય ગમે ત્યાં પુરી કરી દે તેવી વાતાવરણ જોતા આશા બંધાઇ છે.

(12:56 pm IST)