Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

વેરાવળમાં જેસીબીથી બાજુમાં ઉંડો ખાડો ખોદતાં ત્રણ માળનુ મકાન પડયાનો આક્ષેપ

પરિવારે પોલીસમાં રૂબરૂ અરજી પણ આપી'તી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૯: ધાણીશેરી જુની સેલટેકસ વાળી ગલીમાં પ્રિન્ટીગ પ્રેસ જુનો પાડી કોઈ મંજુરી વગર જેસીબી થી ૧૦ થી ૧પ ફુટ ખાડો ખોદેલ હોય જેથી તેની બાજુમાં ત્રણ માળનું બીલ્ડીંગ નમી ગયેલ હોય જેથી ૧ર સભ્યો પહેરેલ કપડે બહાર નિકળી ગયેલ હતા તેમજ પોલીસમાં અરજી આપેલ હતી તે મકાન આજે બપોરે ૪ વાગ્યે ધડાકા ભેર તુટી પડતા પરીવારો બેધર બનેલ હતા તમામ મરણમુડી તેમાં દટાય ગયેલ હતી રવિવાર હોવાથી બજાર બંધ હોય તેથી આ ગલીમાંથી વાહન ચાલકો રાહદારીઓને મોટી આવક જાવક હોય છે સદભાગ્યે બનાવ વખતે કોઈપણ ન હોવાથી જાનહાની કે ગંભીર ઈજાના બનાવો બનેલ નથી ત્રણ માળ નું ધડાકાભેર મકાન પડી જવા છતા પાંચ કલાક સુધી નગરપાલિકા પ્રમુખ કે કોઈ અધિકારીઓ સ્થળ ઉપર આવેલ ન હોય તેથી ભારે રોષ ફેલાયો હતો.

વેરાવળ ધાણી શેરી જુની સેલટેકસ વાળી ગલી માં શ્યામ ઓફસેટ પ્રિન્ટીગ પ્રેસ આવેલ છે તેજ આખું મકાન પાડી નાખેલ હોય ૧પ દિવસથી નવા બાંધકામ માટે કામગીરી ચાલતી હોય જેસીબીથી ૧૦ થી ૧પ ફુટ પાયો ખોદાયેલ હોય જેથી તેમની બાજુમાં રહેતા બાબુભાઈ ભીખાભાઈ માલમડી,વિજયભાઈ માલમડી બન્ને પરીવારો ત્રણ માળના મકાનમાં રહેતા હોય તેમનું મકાન તા.૧૭ના રોજ નમી ગયેલ હોય તેથી તેમને પોલીસમાં અરજી આપેલ હતી કે અમારા મકાનને નુકશાન થાય તેરીતે ઉડો ખાડો ખોદેલ છે જેથી આખું મકાન ફાટી ગયેલ છે ગમે ત્યારે પડવાની ભીતી છે ભય લાગતા પરીવારના ૧ર સભ્યો પહેરેલ કપડે બહાર નિકળી ગયેલ હતા આજે સંાજે ૪ વાગ્યે મકાન ધડાકાભેર પડી ગયેલ હતું જેના પથ્થરો આખી ગલીમાં ફેલાય ગયેલ હતા જેથી ગલી બંધ થઈ ગયેલ હતી.

ઉષાબેન માલમડી એ જણાવેલ હતું કે અમોએ મોટો ખાડો ખોદતા મકાન ફાટી જવાની જાણ કરેલ હતી તેમ છતા કામ ચાલુ રાખેલ હતું  મજુરી કરીને ગુજરાન ચલાવી છીએ અમારી ઘરવખરી, દરદાગીના બધુ દબાય ગયેલ છે પોલીસમાં અરજી પણ અપાયેલ હતી,  નગરપાલિકાની કોઈપણ મંજુરી વગર કામ કરાયેલ છે ભગવાનની દયાથી અમો બહાર નિકળી ગયેલ હોય જેથી બચી ગયેલ છે અમારો પરીવાર ૧ર જણાનો છે તે બે ઘર થઈ ગયેલ છે.

મકાન પડતા વિજ પુરવઠો ખોરવાયો હતો તેમજ આખી ગલીમાં ઈમલો પડતા બંધ થઈ ગયેલ હતી ફાયર ફાઈટરના કર્મચારીઓ સ્થળ ઉપર આવેલ હતા અને તેમને જણાવેલ હતું કે બાકીનો ભાગ પાડી નાખયા બાદ ઉપાડવાની કામગીરી શરૂ થશે તેમજ આ મકાનની પાછળ બીજા મકાનો આવેલ છે તેને પણ ખાલી કરી દેવાની જાણ કરી દેવાય છે ધડાકાભેર મકાન પડતા જર્જરીત બીજા મકાનો પણ આ ગલીમાં તથા તેની પાછળ આવેલા છે તેનું પણ જોખમ રહેલ છે.

પાંચ કલાક સુધી નગરપાલિકા પ્રમુખ કે ચુંટાયેલા નગરસેવકો આવેલ ન હોવાથી પરીવારજનો તેમજ રહેવાસીઓમાં ભારે રોષ વ્યાપેલ હતો

પોલીસ તંત્ર એ જણાવેલ હતું કે બન્નેપક્ષને બોલાવેલ છે સાંભળીને નિર્ણય લેવામાં આવશે શહેરની આવી અનેક બીલ્ડીંગો માટે જીલ્લા કલેકટરએ કડક કામગીરી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

(12:55 pm IST)