Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

કેશોદમાં કોંગ્રેસ કારોબારીની બેઠકમાં પુર્વ પ્રદેશની ઉપસ્થિતિ

કેશોદઃ અજાબ રોડ પર આવેલી બંસીધર મીલ ખાતે શહેર અને તાલુકાની વિસ્તૃત કારોબારી બેઠક બોલાવાઈ હતી જેના પુર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા હાજર રહયા હતા અને સંગઠનને મજબૂત બનાવવા એક એજન્ડા નક્કી કરાયો હતો આ બેઠકમાં  જણાવ્યું હતું કે ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમા ભાદરવામાંના ભીંડા જેવા નવા પક્ષો ફૂટી નીકળશે અને ચૂંટણી પત્યા બાદ ગાયબ થશે ગુજરાતમાં ત્રીજો પક્ષ નહિ ફાવે આ બેઠકમાં જી. પ. વીરોધ પક્ષનાં નેતા હમીરભાઇ ધુળા. તાલુકા પ્રમુખ અશ્વિનભાઈ ખટારીયા. શહેર પ્રમુખ સમીરભાઈ પાંચાણી. વી. ટી. સીડા. પ્રગતીબેન આહીર. જી. પં. સભ્ય ધર્મિષ્ઠાબેન કમાણી. રામભાઇ નંદાણીયા. સહિતનાં કાર્યકરો હાજર રહ્યા હતા.

(12:54 pm IST)