Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

પોરબંદર નગરપાલિકામાં થયેલા ગેરકાયદે ઠરાવોના અવલોકન પ્રશ્ને રજૂઆત

પોરબંદર તા. ૧૯ :.. કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ મુખ્યમંત્રીને રજૂઆતમાં નગરપાલિકાના ૧૩-૪-ર૦૧૮ પછી થયેલા ગેરકાયદેસર ઠરાવો અવલોકનમાં રીજીયોનલ કમીશ્નરને ઠરાવ ન મોકલ્યાનું જણાવ્યું છે.

રજૂઆતમાં જણાવેલ કે ગુજરાત નગરપાલીકા અધિનીયમ-૧૯૬૩ ની કલમ ૪૯ (ર) અનુસાર નગરપાલિકાની કોઇ પણ બેઠકમાં થયેલ ઠરાવો અવલોકનમાં લેવા માટે નગરપાલિકાના પ્રાદેશીક કમીશનરને મોકલવાની નગરપાલિકાના ચીફ ઓફીસરની ફરજ છે. નગરપાલિકા અધિનીયમની કલમ ૪પ (ડી) તળે પ્રમુખશ્રીના કાયદેસર અને ગેરકાયદેસર લેખિત હુકમો અને ટાઉન પ્લાનીંગ કમીટીએ બહુમતીથી કરેલ ગેરકાયદેસર ઠરાવો પ્રાદેશીક કમીશનરશ્રીને ર૮-૧૧-ર૦૧૮ પછી અવલોકનમાં લેવા અને મોકૂફ રાખવા માટે પ્રાદેશીક કમિશનરને નગરપાલીકાના ચીફ ઓફિસરએ ભ્રષ્ટાચાર કરીને મોકલેલ નથી. પોરબંદર ર૦૧૮ થી ર૦ર૧ દરમ્યાન તાત્કાલીક પ્રમુખએ ગેરકાયદેસર લેખિત હુકમો સંખ્યા બંધ કરેલ છે અને તાત્કાલીક ચીફ ઓફિસરએ ગેરકાયદેસર રીતે પ્રમુખના ગેરકાયદેસર હુકમોની અમલવારી કરેલ છે તેમ રજુઆતમાં જણાવેલ છે.

ર૦૧૮ થી ર૦ર૧ દરમ્યાન ટાઉન પ્લાનીંગ કમીટીએ પણ ગેરકાયદેસર રીતે બહુમાળી સંખ્યાબંધ ગેરકાયદેસર ઠરાવો કરીને મંજુરી ઓ આપી છે. 

(12:54 pm IST)