Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિરે ગુરૂપુર્ણિમા નિમિતે અનોખા શ્રૃંગાર દર્શન કરાશે

વાંકાનેર,તા.૧૯: બોટાદ જિલ્લાના જગ વિખ્યાત અને સૌનું આસ્થાનું પ્રતિક એવા સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે જયાં સદગુરૂદેવ સ્વામીશ્રી ગોપાળાનંદ સ્વામીજી મહારાજશ્રીએ આ સાળંગપુરધામની તપોભૂમિમાં સૌના દુઃખ કષ્ટ હરવા અદ્બૂત ચમત્કારિક'શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા 'ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સદગુરૂશ્રી ગોપાળાનંદ સ્વામી મહારાજશ્રીએ કરેલ છે દાદાના દરબારમાં આજે લાખો લોકો દર્શન કરીને તન , મનને શાંતિ મેળવી ધન્યતા અનુભવે છે અને દાદા નો મહા પ્રસાદ લઈને ધન્ય થાય છે. એવા સાળંગપુરધામમાં આગામી ગુરૂપૂર્ણિમાના પાવન પુણ્યશાળી દિવ્ય અવસરે સવારે 'સૌ પ્રથમ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા નું વિશેષ પૂજન અર્ચનવિધિ 'ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે શાસ્ત્રીજીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી , કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી, સ્વામીશ્રી ડી.કે.સ્વામીજી દાદાની પૂજા કરશે. ત્યારબાદ સદગુરૂદેવશ્રી ગોપાળાનંદ સ્વામી મહારાજશ્રીનું વિશેષ પૂજન અર્ચન સંતો દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત શ્રી ગુરુપૂર્ણિમાના પાવન રૂડા અવસરે 'દાદાને અનોખા શણગાર દર્શન' રાખેલ છે.. વિધ વિધ ફૂલોનાં શણગાર દર્શન રાખેલ છે તેમજ સવારે સાત કલાકે દાદાની શણગાર આરતી કરવામાં આવશે આ ઉપરાંત ગુરુપૂર્ણિમાના પાવન પર્વે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ના શાસ્ત્રીજીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી તેમજ કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી નું વિશેષ 'ગુરૂપુજન' કરવામાં આવશે જે યાદી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના શ્રી સ્વામીશ્રી ડી , કે , સ્વામીજીએ જણાવેલ છે.

(11:40 am IST)