Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

અંજારમાં બે ચોરાઉ વાહન સાથે ૩ ઝડપાયા

ભૂજ,તા.૧૯ : સરહદી રેન્જ ભુજના  પોલીસ મહાનિરીક્ષક  જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મયુર પાટીલ   પુર્વ કચ્છ ગાંધીધામનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક   ડી.એસ.વાઘેલા   અંજાર વિભાગ વાહન ચોરીના ગુના શોધી કાઢવા સુચના આપવામાં આવેલ જેથી અંજાર પોલીસ ઇન્સ્પેકટર એમ.એન રાણા સા. નાઓની સૂચના આધારે અંજાર મધ્યે સતાપર ફાટક પાસે શક પડતા વાહનોની ચેકિંગ  તે દરમ્યાન સતાપર ગામ બાજુથી ત્રણ ઇસમો નંબર પ્લેટ વગરની બે મો.સા. લઇને નિકળતા તેઓને ઉભા રખાવી ચેક કરતા બંને મો.સા. જેમા નંબર પ્લેટ લાગેલ ન હોઈ જેથી કિ.રૂ.૭૦,૦૦૦/- ગણી શક પડતાં મુદ્દામાલ તરીક ેઘ્શ્વ.ભ્.ઘ્ કલમ-૧૦ર મુજબ કબ્જે કરી મજકુર ત્રણેય ઈસમોને ેઘ્શ્વ.ભ્.ઘ્  કલમ-૪૧(૧)(ડી) મુજબ ધોરણસર અટક કરેલ.

તેઓની પૂછપરછ કરતા તેઓએ એક મો.સા. આજથી બે દિવસ પહેલા અંજાર મધ્યે આવેલ ખત્રી બજારમાથી ચોૌરેલ જે બાબતે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોઇ તે ગુન્હો શોધી કાઢેલ તેમજ બીજુ મો.સા. અંજાર મધ્યે ગંગાનાકાથી ચોરી કરેલાનુ કરેલ હોવાનું જણાવેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ : (૧) હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જેના એન્જીન HA10EA99G16926  તથા ચેસીસ નં-MBLHA10EJ99607554  (૨) હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જેના એન્જીન નં-HA10EA99C15353 તથા ચેસીસ નં-/  MBLHA10EU99607277 સાથે (૧) ઇબ્રાહિમ અબ્દુલા ચાવડા ઉ.વ.ર૩ રહે.શાળા નં.૧૫ ની બાજુમા, મફતનગર, દબડા વિસ્તાર, અંજાર (ર) ઇસ્માઇલ હારૂન અધા કકલ ઉ.વ.૧૯ હાલે.રહે.દાતાપીરની મંદિરની બાજુમા, કુકમા મૂળ રહે.રેલડી તા.ભૂજ (૩) યાશીન ઉર્ફે અપલો રસુલ કટિયા ઉ.વ.ર૧ રહે.હાજીપીરની દરગાહની બાજુમા મોટા ખીરસરા તા.અંજાર ઝડપાયા છે.

(11:39 am IST)