Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ગુરૂવારથી સોમનાથ-અમદાવાદ ઇન્‍ટરસીટી ટ્રેઇન ૧૮ માસ પછી શરૂ થશે

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૧૯ : સોમનાથ-અમદાવાદ અને અમદાવાદ સોમનાથ ઇન્‍ટરસીટી એકસપ્રેસ ટ્રેઇન ગુરૂવાર તા. ૨૨થી આશરે ૧૮ માસ પછી પુનઃ શરૂ થનાર છે. આ ટ્રેઇન શરૂ થવાના સમાચારે આ ટ્રેઇનમાં દરરોજ આવજા કરતા સંખ્‍યાબંધ મુસાફરોને ભારે રાહત થશે.

આ ટ્રેઇન વરસોથી ચાલતી હતી અને ટ્રાફિક પણ પુરતા પ્રમાણમાં જાળી રહેતો હતો પરંતુ કોરોનાના કારણે અન્‍ય ટ્રેઇનો સાથે આ ટ્રેઇન પણ બંધ કરવામાં આવી હતી. અને તેના કારણે સંખ્‍યાબંધ મુસાફરો ભારે મુશ્‍કેલીમાં મુકાય ગયા હતા.

આ ટ્રેઇન દરરોજ સવારે ૬ કલાક ૩૫ મિનિટે સોમનાથથી ઉપડી ૧૦:૧૫ કલાકે ભકિતનગર પહોંચી જતી હતી વરસોથી આ કામ ચાલુ હતો. આ ટ્રેઇન સવારે વેરાવળથી ઉપડી સાંજે ૬:૨૫ કલાક અમદાવાદ પહોંચી જતા અને અમદાવાદથી સવારે ૧૦:૪૦ ઉપડી સાંજે ૬:૪૦ કલાકે વેરાવળ પહોંચી જતા નોકરિયાત અને વ્‍યાણારી વર્ગને આ ટ્રેઇન ભારે અનુકુળ હતી.

કેટલાક નોકરીયાતો તો આ ટ્રેઇનમાં છે કે વેરાવળથી રાજકોટ સુધી નિયમિત આવ-જા કરતા આ ટ્રેઇન સાથે કેશોદને લાગે વળગે ત્‍યાં સુધી સવારે ૭:૪૦ અહિથી ઉપડી ૧૦:૧૦ કલાકે ભકિતનગર પહોંચી જતા જેમાં દરરોજ સંખ્‍યાબંધ વ્‍યાપારીઓ અને નોકરિયાતો દરરોજ આવજા કરતા ઝડપી અને નિર્ધારિત સમયે પહોંચાડતી આ ટ્રેઇન બંધ થતા આવા ઘણા રોજીંદા મુસાફરો મુશ્‍કેલીમાં મુકાયા હતા અને પોતાના નિર્ધારિત સ્‍થળે દરરોજ પહોંચવા માટે એસ.ટી. અથવા તો અન્‍ય ખાનગી વાહનોના આશરો લેતા હતા આ વાહનોના આવવા -જવાના ભાડા નહિ પોંસાતા અથવા સમયરસર નહિ પહોંચી શકવાથી કેટલાક ખાનગી નોકરિયાતોએ પોતાની નોકરી છોડી દીધી હતી અથવા નોકરી ગુમાવી દીધી હતી. આ વિસ્‍તાર માટે આ ટ્રેઇન ખૂબ જ અનુકુળ અને મહત્‍વની હતી.

કેશોદ વિસ્‍તાર સાથે આ ટ્રેઇન માંગરોળ માધવપુર વિસ્‍તાર માટે પણ મહત્‍વની હતી. અમદાવાદ અથવા તેથી આગળ જવા માગતા મુસાફરો પોતાના ઘરેથી વહેલી સવારે તૈયાર થઇ ૭:૩૦ સુધીમાં કેશોદ પહોંચી જતા અને સાંજ સુધીમાં અમદાવાદ પહોંચી જતા ઉપરોકત વિસ્‍તારમાંથી આવતી પેસેન્‍જર રીક્ષા અને કેટલીક એસ.ટી. બસો આ ટ્રેઇનના મુસાફરો લઇ આવતી અને રેલ્‍વે સ્‍ટેશન પાસે જ તેને ઉતારી દેતા.

(10:33 am IST)