Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

જસદણઃ રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૧૯: જસદણ તાલુકાના કડુકાના હરેશભાઈ હેરભાની રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પદે નિમણૂક બાદ પ્રથમ વાર રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક મળી હતી.જેમાં

ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડાઙ્ખ. ભરતભાઈ બોધરા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, બક્ષીપંચ મોરચા રાજકોટ જીલ્લા પ્રભારી મયુરભાઈ માંજરીયા, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ નાથાભાઈ વાસાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા .રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મહામંત્રી મનસુખભાઇ રામાણી, મહામંત્રી મનીષભાઈ ચાંગેલા સહિતના જીલ્લા ભાજપ આગેવાનોએ ઉપસ્થિત તમામ હોદેદારોનું નિમણુંક પત્ર આપી નવનિયુકત બક્ષીપંચ મોરચાની કારોબારીને અભિનંદન આપ્યા હતા. રાજકોટ જીલ્લામાં બક્ષીપંચના લોકોની વસ્તી મોટા પ્રમાણમાં હોય ત્યારે છેવાડા નાં ગામ સુધી કેન્દ્ર અને રાજય સરકારની યોજનાનો લાભ મળે એ માટે ઉપસ્થિત તમામ હોદેદારો ને પ્રદેશ પ્રમુખ સી .આર પાટીલ દ્વારા વિવિધ યોજના માટે જાહેર કરેલ નંબર . ૦૨૬૧૨૩૦૦૦૦૦ સાચવી અને આ નંબર પર થી યોજનાની માહિતી લઈ છેવાડાના માનવીને લાભ મળે એવી તમામ હોદેદારો એ કામગીરી કરવી જોઈએ એવું રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઇ હેરભા એ જણાવ્યું હતું. આ તકે રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, મહામંત્રી નવીનભાઈ ગોસ્વામી , કાર્યાલય મંત્રી કમલેશભાઈ બારોટ સહિતના જીલ્લા તેમજ શહેર અને તાલુકાના તમામ હોદેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સોસીયલ મીડિયા બક્ષીપંચ મોરચા ઈન્ચાર્જ નિમેશભાઈ અગ્રાવત સહ ઇન્ચાર્જ , કમલભાઈ કોરિયા, નીતિનભાઈ ભેંસજાળીયા, રાજુ ચાવડા, સહ ઇન્ચાર્જ, સોસિયલ મીડિયા રાજકોટ જીલ્લા ભાજપ વગેરેએ પોતાની કામગીરી કરી હતી.

(10:07 am IST)