Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

જસદણ તાલુકાના રાણપરડા ગામે રાણપરડા-દેવળિયા રોડના કામો રૂ.૩૫.૪૬ લાખના ખર્ચે કરાશે

રૂ.૨૨ લાખના ખર્ચે વાસ્મો યોજનાના કામો થશે

રાજકોટ, તા.૧૯: જસદણ તાલુકાના રાણપરડા ગામે રૂ.૧૩.૫૮ લાખના ખર્ચે પાઇપલાઇનના કામો પૂર્ણ થયા છે. જયારે ઇમ્પ્રુવમેન્ટ ઓફ રાણપરડા-દેવળિયા રોડના કામો રૂ.૩૫.૪૬ લાખના ખર્ચે કરાશે, વાસ્મોના કામ રૂ.૨૪.૫૮ લાખના ખર્ચે કરાશે. રાણપરડા ખાતે પશુઓની વિનામૂલ્યે સારવાર માટે ૧૯૬૨ મોબાઇલ દવાખાનું મંજૂર થયું છે, જેનો નવા રૂટમાં સમાવેશ થશે.

રાણપરડા ગામે ગત વર્ષમાં મંજૂર થયેલ અને પૂર્ણ થયેલ કામો જોઇએ તો, બાલમંદિરથી વિઠ્ઠલ ટાઢાણીના ઘર તરફ પેવર બ્લોકનું કામ રૂ. ૨ લાખના ખર્ચે, ભૂગર્ભ ગટરનું કામ રૂ.૨.૫૦ લાખના ખર્ચે, પ્રાથમિક શાળામાં શેડ હોલ રૂ. ૩ લાખના ખર્ચે, મામા ભૂતિયા મંદિરથી પાદર સુધી સીસી રોડ રૂ. ૪ લાખના ખર્ચે, રૂ. ૪ લાખના ખર્ચે નવા બાલ મંદિરના કામો મંજૂર થયા છે. દલિત સમાજના સ્મશાનની કમ્પાઉન્ડ વોલ રૂ. એક લાખ અને પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ રૂ. ર લાખના ખર્ચે બનશે. અનુ.જાતિ સમાજના સ્મશાનના ખૂટતા કમ્પાઉન્ડ વોલનું કામ રૂ. ૨ લાખ ખર્ચે, ત્રંબોડાના જૂના રસ્તે સી.સી. રોડ રૂ. બે લાખના ખર્ચે થનાર કામો પ્રગતિ હેઠળ છે.

આ તમામ વિકાસ કામો પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના માર્ગદર્શન હેઠળ કરાશે. તેમ જસદણના પ્રાંત અધિકારીશ્રી પી.એચ.ગલચરની યાદીમાં જણાવાયું છે.

(10:07 am IST)