Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

પોરબંદરમાં પરીણિતા વૈશાલીની હત્યામાં નણંદ સાથે ઝઘડાનું મુખ્ય કારણ ?

વૈશાલીની માતા દ્વારા એસપીશ્રીને આવેદન પાઠવીને તપાસની માગણી કરી

પોરબંદર તા.૧૯ : લોહાણા પરીણિતા વૈશાલીની હત્યામાંં નણંદ પુજાસાથે ઝઘડાનું  મુખ્ય કારણ અંગે તપાસ કરવા તેમજ વૈશાલીને ઇજાઓની મેડીકલ તપાસ કરાવવાની માંગણી વૈશાલીના ભાટીયા રહેતા માતા લત્તાબેન ભગવાનજીભાઇ ગોકાણીએ પોરબંદર એસ.પી.શ્રીને આવેદનપત્ર પાઠવીને કરી છ.ે

આવેદનપત્રમાં લતાબેન ભગવાનજીભાઇ ગોકાણીએ જણાવેલકે મારી દિકરી વૈશાલીને સાસરીયામાં લગ્નની શરૂઆતથી જ કજીયો કંકાસ ત્થા ઝગડાઓ થતા હતા પરતુ અમોને એમ કે થોડા સમયમાં સારૂ થઇ જશે એટલે દીકરીનું ઘર ના બગાડવા દેવુ હોય તે હેતુથી તેના સાસરીયાનો દુઃખ ત્રાસ વૈશાલીને સહન કરવાનું કહીએ રાખતા પરંતુ છેલ્લા ચાર-પાંચ વર્ષથી વૈશાલીને તેના સાસરીયાને અનહદ દુઃખ ત્રાસ આપતા હતા. ગત તા.ર૦/૬/ર૦૧૯ થી ૩૦/૬/ર૦૧૯ દરમિયાન મારી પુત્રી વૈશાલી પોતાના પતિ તથા સાસુ-સસરા, નણંદ-નણદોયા અને તેમના પીરવાર સાથે હરિદ્વાર ગયેલા તે દરમિયાન ત્યાં મારી પુત્રીની નણંદ પુજા સાથે તેનો મોટો ઝઘડો થયેલ હતો.

આ હત્યાનાં બનાવ અંગે મારા પતિ એ કમલાબાગ પો. સ્ટે. ખાતે ઇન્ચાર્જ પી. આઇ. રૂબરૂ ફરીયાદ આપેલ છે. મારી પુત્રી વૈશાલીના પી. એમ. બાદ તેણીની લાશ અંતિમવિધી માટે અમારા ઘરે ભાટીયા મુકામે લઇ આવેલ. ત્યારે મારી પુત્રી વૈશાલીની શરીર સ્થિતિ જોતા માલુમ પડેલ છે કે તેણીના બંને પગની ઘુંટીની આસપાસ દોરી વડે બાંધેલ હોય તેવા દોરીના નિશાન જોવા મળેલ તથા ગોઠણ ના ભાગે ઘણી ઇજાઓ હતી તેથી આ હત્યાની તપાસના કામે જે ૧૦૮ પ્રાથમિક સારવાર માટે ઘટના સ્થળે ગયેલી તે ૧૦૮ ના તમામ સ્ટાફના પણ બનાવના સંદર્ભે નિવેદન નોંધવા હુકમ કરવા અરજ છે. આ બનાવ અંગે મારા પતિ એ પોલીસને વિગતવાર જાણ કરેલ. પરંતુ પોલીસ એ ખુબ ટૂંકી ફરીયાદ લખી કેસ ને ઢાંકવાનો પ્રયત્ન કરેલ છે. તેથી સમક્ષ આ અરજી કરવાની જરૂરીયાત ઉપસ્થિત થયેલ છે.

મારી પુત્રી વૈશાલીની હત્યાની તપાસ એલ.સી.બી. અથવા તો સ્પેશીયલ બ્રાન્ચ દ્વારા કરાવવા હુકમ કરવા નમ્ર અરજ છે. જેથી બનાવ અંગેની સત્ય હકિકત બહાર આવી શકે. વધુમાં મારી પુત્રી વૈશાલીની હત્યામાં તેની નણંદ પુજા સાથેના ઝગડાનું મુખ્ય કારણ હોય તેથી આ તપાસના કામે સહ આરોપી પુજા, રાજુભાઇ ચોલેરા, ચંદ્રેશભાઇ ગોવાણીની કાયદાકીય પુછપરછ તથા ઇજાઓ અંગે મેડીકલ તપાસ કરાવવા પણ મારી તમને અરજ છે. આ બાબતે પોલીસ એ અમોને યોગ્ય સહકાર ન આપતા તથા જાણીબુજીને ટૂંકી ફરીયાદ નોંધતા એક લાચાર તથા નીરાધારમાં ને આપની સમક્ષ અરજી કરવાની જરૂરીયાત ઉપસ્થિત થયેલ છે. જે ગંભીરતા પુર્વક ધ્યાને લઇ માંગણી મુજબના કાયદેસરના પગલા લેવા એસપીશ્રીને આવેદનમાં લતાબેન ભગવાનજીભાઇ ગોકાણીએ જણાવેલ છે.

(1:11 pm IST)