Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

મોરબીના રંગપર પાસે બોગસ ડોકટર પકડાયો

કાલીદાસ મારવાણીયા ડિગ્રી વગર કલીનીક ખોલી દર્દીઓના જીંદગી સાથે ચેડા કરતો હતોઃ એસ.ઓ.જી.ના, પી.આઇ.સાટી તથા સ્ટાફનો દરોડો

તસ્વીરમાં પકડાયેલ દવાનો જથ્થો અને બોગસ તબીબ નજરે પડે છે.

મોરબી તા.૧૯: મોરબીના રંગપર ગામ નજીકથી ડિગ્રી વગર ભકિત કિલનિક નામનું દવાખાનું ચલાવતા બોગસ ડોકટરને મોરબી એસ.ઓ.જી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાદ્યેલાની સુચના હેઠળ મોરબી જિલ્લામાં મેડિકલ ડિગ્રી વગર કિલનિક  ચલાવતા ઈસમોને શોધી કાઢવા માટે મોરબી એસ.ઓ.જી. ટીમને સુચના મળતા એસ.ઓ.જી પી.આઈ. એસ.એમ. સાટીના માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના રંગપર સરકારી દવાખાનાના ડોકટર દીપકભાઈ કાન્તીભાઈ મેશરિયાને સાથે રાખી મોરબી-જેતપર રોડ, સીયારામ કારખાના પાસે રંગપર ગામ નજીક ભકિત કલીનીક નામના દવાખાનામાં તપાસ કેટ ત્યાં કોઈપણ પ્રકારના સર્ટિફિકેટ કે ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા કાલિદાસ વલ્લભભાઈ મારવાણીયા રહે-મૂળ સ્ટેશન રોડ માંણાવદર અને હાલ ઉમા ટાઉનશીપ રોયલ એપાર્ટમેન્ટ વાળો ભકિત કલીનીક દવાખાનામાં મેડીકલ પ્રેકિટસ કરી દર્દીઓને સારવાર કરી દવા આપી ઙ્ગતેમજ દવાખાનામા દવાનો જથ્થો તથા સાધનો કીમત રૂ.૫૬૪૯ રાખી મળી આવતા એસ.ઓ.જી ટીમે મેડીકલ પ્રેકટીશનર એકટ મુજબ અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.  આ કામગીરી એસ.ઓ.જી સ્ટાફ શંકરભાઈ ડોડીયા, કિશોરભાઈ મકવાણા અને ઇશ્વરભાઇ કલોતરા, ધર્મેન્દ્ર પટેલ, ભરતભાઇ ડાભી તથા વિજયભાઈ ખીમાણીયા એ કરેલ છે.

(1:09 pm IST)