Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

મોરબી-રાજકોટ જિલ્લાના ૫ કારખાનામાં ચોરી કરનાર રાજકોટની તસ્કર ગેંગને રૂરલ એલસીબીએ ઝડપી લીધી

રાજકોટ :. મોરબી અને રાજકોટ જિલ્લાના પાંચ કારખાનાઓમાંથી વાયર, લોખંડ, ઈલેકટ્રીક મોટર સહિતની વસ્તુઓની ચોરી કરનાર યોગેશ ઉર્ફે રાકેશ મહેન્દ્રભાઈ રજપૂત રહે. કોઠારીયા સોલવન્ટ, રેલ્વે સ્ટેશન પાછળ, હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં. ૯૯-રાજકોટ, જનક મહેન્દ્રભાઈ સીંગર રહે. કોઠારીયા સોલવન્ટ, રેલ્વે સ્ટેશન પાછળ, હાઉસીંગ બોર્ડ કર્વાટર નં. ૧૫૯-રાજકોટ, રાજેશ ઉર્ફે રાજુ લીંબાભાઈ ચૌહાણ દેવીપૂજક રહે. રૈયાધાર-રાજકોટ, સંજય કાંતીભાઈ દેવીપૂજક રહે. કોઠારીયા મેઈન રોડ, સરકાર હોસ્પીટલ સામે-રાજકોટ, વિજય બટુકભાઈ દેવીપૂજક રહે. રૈયાધાર, બ્લોક એચ. કવાર્ટર નં. ૧૦ રાજકોટ, શાહબાન ઈસ્માઈલ અંસારી રહે. કોઠારીયા સોલવન્ટ હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં. ૮૬૧-રાજકોટ તથા ઉમેશ માધુભાઈ દેવીપૂજક રહે. કુવાડવા રોડ શિવનગર શેરી નં. ૧ રાજકોટને ચોરાઉ એરકન્ડીશન, ફ્રીઝ, ૩ એલઈડી, મોટર, પ્લાસ્ટિકની ૬ ખુરશી, રિવોલ્વીંગ ખુરશી, એલ્યુમિનીયમ ધાતુના ચોરસા ૮૮૫ કિલો તથા ૬ મોબાઈલ મળી કુલ ૭.૬૨ લાખના મુદ્દામાલ સાથે એલસીબીના પીઆઈ એમ.એન. રાણા તથા પીએસઆઈ એચ.એ. જાડેજાની ટીમે ઝડપી લીધા હતા. પકડાયેલ ઉકત શખ્સોએ ટંકારાના લતીપર રોડ પર આવેલ આઈ કૃપા કોટન નામના કારખાનામાંથી, જસદણના આટકોટના ખાતે બી.કે. ઈલેકટ્રીલ શેડ, ટંકારાના છતર પાસે આલ્ફા ઈન્ડસ્ટ્રીઝ, ટંકારાના લતીપુર રોડ પર આવેલ પરિશ્રમ કોટન ઈન્ડસ્ટ્રીઝ તથા ત્યાં જ આવેલ ઓમ કોટન નામના કારખાનામાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. તસ્વીરમાં ચોરાઉ મુદ્દામાલ સાથે પકડાયેલ તસ્કર ગેંગના સાગ્રીતો (નીચે બેઠેલા) તથા રૂરલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ નજરે પડે છે.

(1:08 pm IST)