Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ખંભાળીયા મામાદેવ મંદિર નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માતઃ છને ઇજા

ખંભાળીયા તા. ૧૯ :.. ખંભાળીયા નજીક મામાદેવના મંદિર પાસે ઇનોવા કાર અને બોલેરો સામ સામે અથડાતા અકસ્માત સજાર્યો હતો.

ધડાકાભેર બન્ને વાહનો અથડાતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ ને જાણ કરતાં ઇનોવા કારમાં સવાર પાંચેક વ્યકિતઓને તેમજ બોલેરોના ચાલકને પણ ગંભીર ઇજાઓ થતાં ઇજાગ્રસ્તોને ખંભાળીયા સીવીલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જયાંથી વધુ સારવાર અર્થે જામનગર રીફર કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

(1:07 pm IST)