Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

જામનગરમાં સફાઇ કર્મચારી આયોગના ચેરમેન ઝાલા દ્વારા આયોગની કામગીરીની સમીક્ષા કરાઇ

જામનગર તા.૧૯ :  રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેનશ્રી મનહરભાઈ ઝાલા દ્વારા આયોગની કામગીરીના પ્રચાર પ્રસાર હેતુ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં પત્રકારોને સફાઈ કર્મચારી આયોગની કામગીરી, એમ.એસ.એકટ ૨૦૧૩ની મોનીટરીંગ સમિતી, સીવર મૃત્યુ અને તેના અનુસંધાનના નિયમો, પુનર્વસનની પ્રક્રિયા વગેરે વિશે વિસ્તાર પુર્વકની માહિતી આપી હતી.

 માન.પ્રધાનમંત્રીશ્રી દ્વારા દલીત અને સીમાંત સફાઈ કર્મચારીઓને વિકાસની મુખ્યધારમાં જોડવાના તેમના દ્રષ્ટીકોણ પ્રત્યે તેમણે આભાર વ્યકત કર્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં કલેકટરશ્રી રવિશંકર, જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી સતીષ પટેલ, અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્વ સરવૈયા તથા પત્રકાર મિત્રો ઉપસ્થિતી રહ્યાં હતા.

અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

જામનગર તા.૧૬ જુલાઈ, આજરોજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેનશ્રી મનહરભાઈ ઝાલા દ્વારા જામનગર જિલ્લાના સફાઈ કર્મયોગીઓના પ્રશ્નો અંગે અધિકારીઓ સાથે  બેઠક યોજવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકા તેમજ જામનગર જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ પાસેથી આવશ્યક સફાઈ કર્મચારીની જગ્યાઓ મહેકમથી ભરવા બાબતે ચર્ચા કરવામં આવી હતી.

ઉપરાંત વારસદારીના અમલ, સફાઈ કર્મચારીઓને વિમા કવચ, સાધનો, ઋતુ અનુસાર આવશ્યક પહેરવેશની વસ્તુઓ તેમજ પગાર અને ભથ્થા, સીવર મૃત્યુના કેસમાં ૧૦ લાખની મૃત્યુ સહાય અને તેના પરિવારની પુનર્વસનની પ્રક્રિયા વગેરે વિશે વિસ્તાર પુર્વક ચર્ચા કરી જરૂરી સુચનો આપ્યાં હતા.  આ સાથે જ સફાઈ કર્મચારીઓને માટે હેલ્થ ચેકપની વ્યવસ્થા, અવેરનેસ કેમ્પ અને વિવિધ યોજનાઓની માહિતી આપી તેમના પરિવારને અન્ય સ્ત્રોતો થકી પણ વધુ રોજગારી મળે તેમજ શિક્ષણનો વ્યાપ તેમના પરિવારમાં વધે તે માટે માર્ગદર્શન આપવા અધિકારીઓને વિશેષ સલાહ આપવામાં આવી હતી.(

(1:06 pm IST)