Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

જામનગરમાં પાણીની પરિસ્થિતિના પગલે નર્મદા પાઇપલાઇન મારફત ૮પ એમએલડી પાણી મળશે

જામનગર, તા. ૧૯ : મહાનગરપાલિકા દ્વારા ગત સાલ નહિવત વરસાદ થવાને કારણે તેમજ જામનગરને પાણી પુરૂ પાડતા ડેમોમાં નહિવત પાણીનો જથ્થો હોય આથી આજી-૩ ડેમમાં સૌની યોજના અન્વયે ૭૦૦ એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવવામાં આવેલ અને આપણી જરૂરીયાત મુજબ આજી-૩ ડેમમાંથી ૬પ એમ.એલ.ડી. તથા નર્મદા પાઇપ લાઇનમાંથી ૪૦ એમ.એલ.ડી. મુળી કુલ ૧૦પ થી ૧૦૭ એમ.એલ.ડી. પાણી વિતરણ કરવામાં આવે છે. જેમાં આજી-૩ ડેમમાં પણ તા. ર૦-૭-ર૦૧૯થી પાણીનો જથ્થો ઘટી જતા હવે રપ એમ.એલ.ડી. આસપાસ પાણી મળી શકે તેમ હોય અને ૪૦થી ૪પ એમ.એલ.ડી. પાણીની ઘટ પડે તેમ હોય. તેમજ સૌની યોજના અન્વયે આજી-૩ ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવે તો પણ તા. પ-૮-ર૦૧૯ સુધી સમય લાગે તેમ હોય, હાલે એકાંતરા પાણી વિતરણ થઇ રહ્યું છે તેમાં વધારાનો પાણી કાપ મૂકવાની પરિસ્થિતિ ઉભી થવા પામેલ. આથી આ વચ્ચગાળાના ૧પ દિવસ માટે એકાંતરા પાણીને બદલે વધારાનો પાણી કાપ અનિવાર્ય થઇ ગયેલ છે.

એકાંતરા પાણી વિતરણ વ્યવસ્થા માટે જરૂરી ૧૦પ થી ૧૦૭ એમ.એલ.ડી. પાણીનો જથ્થો ઉપલબ્ધ થઇ શકે તે માટે નર્મદા પાઇપ લાઇનમાંથી ૪પ એમ.એલ.ડી.નો વધારો કરી કુલ ૮પ એમ.એલ.ડી. પાણી જામનગરને મળી રહે તે માટે કેબીનેટ મંત્રીશ્રી અને જામનગરના ધારાસભ્યશ્રી આર.સી. ફળદુ, રાજયમંત્રીશ્રી અને જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સાંસદસભ્ય પુનમબેન માડમ, જામનગર મહાનગરના મેયર હસમુખભાઇ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, ડે. મેયર કરશનભાઇ કરમુર, ચેરમેનશ્રી સ્ટે. કમીટી સુભાષભાઇ જોષી, શાસકપક્ષ નેતાશ્રી દિવ્યેશભાઇ અકબરી તથા શાસકપક્ષ દંડકશ્રી જડીબેન સરવૈયા તથા જામનગર શહેર ભાજપ મહામંત્રીશ્રીઓ ધર્મરાજસિંહ જાડેજા, ડો. વિમલભાઇ કગથરા, પ્રકાશભાઇ બાંભણીયા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા સામૂહિક રજૂઆત કરતા અને જામનગરની પાણીની ગંભીર પરિસ્થિતિ અંગે વાકેફ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા તાત્કાલીક અસરથી એટલે કે તા. ર૦-૭-ર૦૧૯થી જામનગર માટે ઘટતુ પાણી ૮પ એમ.એલ.ડી. નર્મદાની લાઇનમાંથી આપવા માટે લગતા વિભાગને સુચના અપાયેલ છે. આથી હાલે જે એકાંતરા પાણી વિતરણ થઇ રહ્યું છે તેમાં કોઇ વિક્ષેપ પડશે નહિ કે વધારાનો કોઇ કાપ મૂકવાની હાલે કોઇ જરૂરત ઉભી થશે નહિ.

કેબીનેટ મંત્રી અને જામનગરના ધારાસભ્ય આર.સી. ફળદુ, રાજયમંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સાંસદસભ્ય પુનમબેન માડમ, જામનગર મહાનગરના મેયર હસમુખભાઇ જેઠવા, જામનગર શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા, ડે. મેયર કરશનભાઇ કરમુર, ચેરમેનશ્રી સ્ટે. કમીટી સુભાષભાઇ જોષી, શાસકપક્ષ નેતા દિવ્યેશભાઇ અકબરી તથા શાકપક્ષ દંડક જડીબેન સરવૈયા તથા જામનગર શહેર ભાજપ મહામંત્રીશ્રીઓ ધર્મરાજસિંહ જાડેજા, ડો. વિમલભાઇ કગથરા, પ્રકાશભાઇ બાંભણીયા દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનો શહેરીજનો વતી આભાર માનેલ છે.

(1:06 pm IST)