Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

રાજકોટ જેલમાંથી પેરોલ પર છુટી નાસતો ફરતા દિલુ વાળાને તમંચા સાથે ઝડપી લેતી અમરેલી પોલીસ

અમરેલી, તા.૧૯: પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયએ જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથીયાર ધરાવતા ઇસમોને પકડી પાડવા અને ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓને તાત્કાલીક પકડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે  જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગઇ તા.૧૭ના રોજ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કાચા કામના કેદી દિલુભાઇ દડુભાઇ વાળા (રહે. વડ ગામ) રાજકોટ જિલ્લા જેલ માથી વચગાળાના જામીન પરથી પેરોલ પર છૂટી નાસતો ફરતો હતો. જે છતડીયા બસ સ્ટેન્ડ પાસે વડ જવાના રસ્તે હોવાની હકિકત મળતા બાતમીમાં વર્ણનવાળા શખ્સને દેશી બનાવટનો તમંચો હથિયાર તથા જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડેલ હતો.

આરોપી દિલુવાળા (ઉ.વ.૪૯)ને દેશી હાથબનાવટનો તમંચો કિં. રૂ .૩૫૦૦/- તથા બારબોર નો જીવતો કાર્ટીસ નંગ-૦૧ કિ રૂ ૫૦/- મળી કુલ કિ રૂ ૩૫૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને ઉપરોકતઙ્ગ ઇસમઙ્ગ વિરુધ્ધ આર્મ્સ એકટ તળે ગુન્હો દાખલ કરી આરોપીને વધુ તપાસ અર્થે રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ.

આમ, અમરેલી એસ.ઓ.જી.ના પો.સબ.ઇન્સ અર.કે.કરમટા યતથા એસ.ઓ.જી. ટીમે છેલ્લા ત્રણ વર્ષથી IPC-૩૦૨ ના ગુન્હાના કામે વચગાળાના જામીન પરથી પેરોલ જમ્પ થયેલ આરોપીને દેશી હાથ બાનાવટના તમંચો (હથિયાર) તથા જીવતા કાર્ટીસ સાથે સાથે ઝડપી પાડવમાં સફળતા મળેલ છે.

(1:04 pm IST)