Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

કચ્છમાં ૪૬ લાખનો દારૂ ઝડપાયોઃ પ્રથમ વખત ર કાશ્મીરી ઝડપાયા

ભુજ તા. ૧૯: પૂર્વ કચ્છ એલસીબીએ સામખિયાળીના શિકારપુર પાસે વોચ દરમ્યાન દારૂ ભરેલા ટ્રક સાથે ર આરોપીને ઝડપી પાડયા હતા.

પોલીસે ટ્રકની અંદરથી ૭પ૦ એમએલની દારૂની ૮ર૦૮ બોટલ અને ૧૮૦ એમએલની દારૂની ૧૪૩૦૪ બોટલ એમ કુલ મળીને ૪૬ લાખ ૪૧ હજાર ૬૦૦ રૂપિયાનો અંગ્રેજી દારૂનો જથ્થો તેમજ ટ્રક અને તાલપત્રી સહિત પ૬ લાખ પ૮ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ર શખ્સો ગુરૂદીપસિંહ અતરસિંહ બશીહ અને યશપાલસિંહ ઇશરથસિંહ બશીહ બન્ને કાશ્મીરના લામ, રાજોરીના છે. દારૂનો આ જથ્થો અમદાવાદથી કચ્છ આવી રહ્યો હતો.

(3:48 pm IST)