Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

હળવદ ઇનરવિલ કલબ દ્વારા શાળાના બાળકો માટે પ્રાકૃતિક પર્યટન શિબિર યોજાઇ

હળવદ તા.૧૯ :  પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, હળવદ ખાતે ઉમિયાનગર વાડી વિસ્તારની સ્કૂલના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાથે ગમ્મત અને નજીક ના સ્થળના પ્રવાસનું આયોજન કરવામા આવેલ. જેમાં શાળાના ૬૦ થી વધુ બાળકો અને શિક્ષકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ઙ્ગ

બાળકો દ્વારા સ્વહસ્તે છાણીયા ખાતર અને માટી ના બોલ બનાવીને તેમાં જંગલમાં ઉગે તેવુ બિયારણ નાખવામાં આવ્યું હતું. આ બનાવેલ બોલનેઙ્ગ યોગ્ય જગ્યાએ નાખવામાં કે રોપવામાં આવ્યા હતા.ઙ્ગ

હવે જયારે વરસાદ પડશે એટલે એમાંથી બીજ ફૂટીને છોડ બની ને કુદરતી રીતે આકાર લેશે અને વિકાસ થશે.ઙ્ગ આ શિબિરમાં આયુર્વેદિક ૧૫૧ પ્રકારની જુદી જુદી વનસ્પતિ ની ઓળખ, ઉપયોગ, અને સમજ આપવામાં આવી હતી.ઙ્ગ

તેમજ વિવિધ પ્રકારના બીજની ઓળખ આપવામાં આવી હતી. બાળકોને માટી તેમજ ઝાડ અને પાન માંથી રમત માટે રમકડાં બનાવતા શીખવવામાં આવ્યા હતા.બાળકોને સ્માઇલી પિન ભેટ આપવામાં આવી હતી. તેમજ શેરી અને જૂની રમતો રમાડવામાં આવી હતી. બાળગીતો એકિટંગ સાથે શીખવામાં આવ્યા હતા. નાસ્તો કરાવડાવીને શિબિર પૂર્ણ કરવામાં આવી હતી.ઙ્ગ

ડો. કૃપાલી ત્રિવેદી તરફથી બાળકોને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.આ શિબિર માટે સામંતભાઈ સોલંકી અને રાદ્યવભાઈ દ્વારા પર્યાવરણ ઓફિસમાં યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવી હતી અને ખૂબ સાથ સહકાર પ્રાપ્ત થયો હતો.ઙ્ગ

આ પ્રોજેકટ ને ઇનરવીલ કલબ ના પ્રેસિડેન્ટ મીનાબેન સોલંકી, સેક્રેટરી કૃપાલી ત્રિવેદી અને સભ્યોએ હાજર રહીને સફળ બનાવ્યો હતો.

 

(11:29 am IST)