Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ધ્રોલ કન્યા વિદ્યાલયમાં ગુરૂપુર્ણીમાના પાવન પ્રસંગે ગુરૂવંદના પુજન કરાયુ

ધ્રોલ : શ્રીમતી ડી. એચ. કે. મુંગરા કન્યા વિદ્યાલય-ધ્રોલમાં ગુરૂપૂર્ણીમાના પાવન પ્રસંગે યોજાયેલ ગુરૂવંદના કાર્યક્રમમાં અધ્યક્ષ ડો. વિજયભાઇ સોજીત્રા, સંચાલક શ્રી વિજયભાઇ મુંગરા, પ્રો. દિપ્તીમેડમ, પ્રો. જસુમેડમ, આચાર્યાશ્રી ડો. પ્રવિણાબેન તારપરા તેમજ સમગ્ર સ્ટાફ ગણ તથા શાળાની વિદ્યાર્થીની બહેનોની ઉપસ્થિતી રહી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કર્યા બાદ મહેમાનોનું સ્વાગત કુમકુમ તિલક અને પુષ્પગુચ્છથી કર્યુ. કાછડીયા ક્રિષ્ના ધો. ૯ ની બહેને વકતવ્ય, ધો. ૧ર ની બહેનોએ નાટક, ધો. ૧૦ ની બહેનોએ ડાન્સ રજુ કર્યા. પ્રો. દિપ્તીમેડમ, પ્રો. જસુમેડમના વકતવ્ય બાદ ડો. વિજય સોજીત્રાએ જીવનમાં ગુરૂના સ્થાન વિષે ઊંડાણપુર્વક સમજ આપી હતી. ધો. ૧૧ ની બહેન રાઠોડ સાલોનીએ ગુરૂ મહિમા દર્શાવતું સુંદર ભજન રજૂ કર્યુ. કાર્યક્રમના અંતે આભારવિધી આચાર્યાશ્રી ડો. પ્રવિણાબેન તારપરાએ કરેલ. કાર્યક્રમનું આયોજન દૂધાગરા પ્રજ્ઞાબેનના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન મેંદપરા હસ્તી તથા સાવલીયા ધારાએ કર્યુ હતું. પ્રમુખશ્રી રાઘવજીભાઇ પટેલે વિદ્યાર્થીનીઓને તથા સમગ્ર સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી.

(11:24 am IST)