Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

તળાજાનાં કોદીયા ગામમાં નિલગાયનો શિકારઃ જામગરી બંદુક જંગલમાંથી મળી

ભાવનગર, તા.૧૯: તળાજા વિસ્તરમાં નીલગાય મોટી સંખ્યામાં જોવા મળે છે. આથી તેનો વારંવાર શિકાર પણ થાય છે. જેમાં બે દિવસ પહેલા કોદીયા ગામે નીલગાય નો શિકાર થયાની બાતમી મળતા તળાજા વન વિભાગે હાથ ધરેલ તપાસમાં બાવળના જંગલમાંથી એક જામગરી બંદૂક મળી આવતા અજાણ્યા ઈસમ વિરુદ્ઘ શિકાર કરવો અને દેશી બંદૂક રાખવાના ગુણ સબબ ફોરેસ્ટ અને દાઠા પોલીસ એમ બે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી છે.

દાઠા પોલીસ મથકમાં તળાજા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ.કે. મકવાણાએ અજાણ્યા ઈસમ વિરુદ્ઘ નોંધાવલે ફરિયાદ માં કોદીયા ગામની સીમમાં બગડ ડેમ ના કિનારે ગૌચર વિસ્તારમાં ગત.તા ૧૪/૭ ના રોજ નીલગાય નો શિકાર કરવામાં આવેલ. અજાણ્યા ઇસમે નીલગાયનો શિકાર કર્યાનંુ જાણમાં આવતા હાથ ધરેલ તપાસ માં બાવળ વચ્ચે છુપાવેલ જામગરી બંદૂક પણઙ્ગ મળી આવેલ. જેને લઈ તળાજા વન વિભાગે નીલગાય નો શિકાર કરવા બદલ વન વિભાગ માં અને જામગરી બંદૂક મળી આવેલ હોય દાઠા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતાઙ્ગ પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ઘ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:22 am IST)