Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ગોંડલ સરકારી હોસ્પિટલના નર્સિગ સ્ટાફ દ્વારા ધરણા

ગોંડલઃ સરકારી દવાખાને મેટરીંગ તેમજ નર્સિંગની ફરજ બજાવતા ૫૨ જેટલા કર્મચારીઓની પડતર માંગણીઓને લઈ મેટરન પીએચ જાદવ તથા હેડ નર્સ વંદનાબેન ચૌધરીની આગેવાનીમાં કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ પગારધોરણ તથા ભથ્થાઓ, બેઝિક બીએસસી નર્સિંગ વિદ્યાર્થીઓને તેની ઈન્ટરશિપ દરમિયાન સ્ટાઇપેન્ડ ની મંજૂરી, કોન્ટ્રાકટ તથા આઉટસોર્સિંગ પ્રથા સંપૂર્ણપણે બંધ કરવી, સેપરેટ ડિરેકટોરેટ ઓફ નર્સિંગ ને મંજૂરી, નર્સિંસના કેન્દ્રમાં બદલાયેલા નોમેન કલેચર ને રાજયમાં મંજૂરી, નર્સ તથા દર્દીના રેશિયા મુજબ તમામ હોસ્પિટલમાં મહેકમની મંજૂરી સહિતની વિવિધ માંગો ને લઈ એક દિવસીય ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જો ઉપરોકત માંગો નું તાકીદે નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી તારીખ ૨૫ ના ફરી ધરણા યોજવામાં આવશે તેવું અંતમાં જણાવાયું હતું.(તસ્વીર.અહેવાલઃ હરેશ ગણોદીયા.ગોંડલ)

(11:17 am IST)