Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

માળીયામિંયાણા હાઇવે ઉપરથી સોયાબીન તેલ ચોરીનું જંગી કૌભાંડ ઝડપાયુ : લાખોનો મુદ્દામાલ જપ્ત

કંડલાથી આવતા ટેન્કરોમાંથી ડ્રાઇવર - કિલનરની મિલીભગતથી ચોરી થતી'તી : ૨ શખ્સોની ધરપકડ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૯ : માળિયા હાઈવે પરથી પસાર થતા ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાના અનેક કોભાંડથી માળિયાની છબી ખરડાયેલી છે ત્યારે હવે ટેન્કરમાંથી સોયાબીન તેલ કોભાંડ ખુલ્યું છે જેમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ ટીમે સફળ ઓપરેશન પાર પાડીને બે ટેન્કર સહિતના મુદામાલ સાથે ચાલકની અટકાયત કરી ૩૩.૪૦ લાખનો મુદામાલ કબજે લીધો છે.કચ્છના કંડલાથી સોયાબીન તેલના ટેન્કર લઈને માળિયા હાઈવે પરથી પસાર થતા ટેન્કરોમાંથી ડ્રાઈવર કલીનર સાથે સેટિંગ કરીને ટેન્કરમાંથી સોયાબીન તેલ કાઢી લેવાનું મસમોટું કોભાંડ માળિયા હાઈવે પર ચાલતું હોય જે મામલે સ્થાનિક પોલીસ તેમજ જીલ્લાની એજન્સીઓ અંધારામાં હોય, ગાંધીનગર સીઆઈડી ક્રાઈમને મળેલી બાતમીને પગલે સીઆઈડી ક્રાઈમની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું.

જેમાં ભીમસર ચોકડી નજીક ખેતરમાં ઇલેકિટ્રક લાઈટના અજવાળે ટેન્કરમાંથી ઓઈલ કાઢતા ઈસમો જેમાં ટેન્કર નં જીજે ૧૨ એઝેડ ૯૮૨૭ નો ચાલક હાજીસા બાઉસા ફકીર (ઉ.વ. ૪૦) રહે. ગોતર તા. રાધનપુર જી પાટણ અને તેજારામ બાબુલાલ પ્રજાપતિ (ઉ.વ. ૨૦) રહે. જી. જાલોર રાજસ્થાનવાળાને ઝડપી લઈને ટેન્કરનું સીલ તૂટેલું હોય જેમાં કેરબામાં ત્રીસ લીટર સોયાબીન તેલ ભરેલું મળી આવ્યું હતું તેમજ અન્ય ટેન્કર જીજે ૧૨ એવાય ૫૭૮૬ તેનો ચાલક સુલતાન નામનો ઇસમ સાથે સેટિંગ કરીને ટેન્કરમાંથી ઓઈલ કાઢવાનો ગોરખધંધો કરતા હોવાનો ખુલાસો થયો છે જેમાં સીઆઈડી ક્રાઈમ ટીમે સ્થળ પરથી ટેન્કરમાં ભરેલ ઓઈલની કીમત ૧૪,૯૦,૦૦૦ , ટેન્કર ૧૦ લાખ તેમજ અન્ય ટેન્કરમાં ભરેલ ઓઈલ કીમત ૩ લાખ અને ટેન્કર કીમત ૫ લાખ ઉપરાંત રોકડ, મોબાઈલ અને તેલ ચોરીના સાધનો, કેરબામાં ભરેલ ઓઈલ, મોબાઈલ સહીત કુલ ૩૩,૪૦,૧૨૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ ગોરખધંધામાં કૌશિક પટેલ રહે. ઊંઝા જી. મહેસાણા, ભરત કરશન આહીર યશોદા ગામ ભચાઉ કચ્છ અને જુસબ મહમદઅલી જેડા એ ત્રણ ઈસમો મુખ્ય સુત્રધાર હોય જેના નામો ખુલતા સીઆઈડી ક્રાઈમ ટીમે વધુ તપાસ ચલાવી છે તો માળિયા પંથકમાં મસમોટા સોયાબીન ઓઈલના કોભાંડમાં સ્થાનિક પોલીસ ઊંધતી ઝડપાઈ હતી અને ગાંધીનગર ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું છે.(૨૧.૨૮)

 

(4:20 pm IST)
  • ગંગા નદીની સફાઈ માટે કઈ જ થયું નથી : ઉત્તરાખંડ સરકાર સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નારાજ :એનજીટીએ કહ્યું ગંગાની હાલત ખુબ જ ખરાબ છે : અધિકારીઓના દાવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી:નિયમિત દેખરેખની તાતી જરૂર છે access_time 11:52 pm IST

  • કચ્છના ભચાઉમાં રાત્રે ભુકંપના આચકાઃ ભચાઉ નજીક ગઇ રાત્રે ૨ વાગે ૩.૪ની તીવ્રતાનો હળવો ભુકંપનો આંચકો આવ્યો હતો. વરસાદના ઝાપટા વચ્ચે ભુંકપના આચકાથી લોકો ભયભીત બન્યા હતા access_time 11:35 am IST

  • 21મીએ જીએસટી કાઉન્સિલની બેઠક :સરકારની આવક ઘટે નહીં તેવી વસ્તુમાં ઘટાડશે દર :હેન્ડિક્રાફ્ટના 40 વસ્તુઓ,32 સર્વિસ અને 35 ચીજના દરમાં ઘટાડો થવાની ધારણા access_time 11:56 pm IST