Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ઝાપટા વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનો વિરામ

સવારે માળીયા હાટીના, માણાવદર, મેંદરડા, સુત્રાપાડા, વેરાવળમાં હળવો વરસાદઃ તંત્રને હાશકારો

રાજકોટ, તા., ૧૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા ભારે ઝાપટા વચ્ચે વરસાદે વિરામ લીધો છે. આજે સવારે માત્ર માળીયા હાટીના, માણાવદર, મેંદરડા, સુત્રાપાડા, વેરાવળમાં હળવો વરસાદ પડયો હતો.

ગીર સોમનાથ, જુનાગઢ, દેવભુમી, દ્વારકા, જામનગર, અમરેલી પંથકમાં ભારે વરસાદ બાદ વરસાદે વિરામ લેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

ભાવનગર

ભાવનગરઃ જીલ્લાના મહુવામાં એક ઇંચ, ઘોઘા અને ગારીયાધારમાં અર્ધો-અર્ધો ઇંચ અને અન્ય તાલુકામાં છુટો છવાયો વરસાદ પડયો છે. મેઘાનું જોર નબળું પડતા લોકોની સાથે તંત્રએ પણ હાશકારાની લાગણી અનુભવી છે.

ગોહેલવાડ પંથકમાં બે દિવસ ર થી ૧૦ ઇંચ વરસાદ પડતા મેઘમહેર  મેઘકહેર બની ગઇ હતી. દરમ્યાન છેલ્લા ર૪ કલાક દરમ્યાન મેઘાનું જોર નબળું પડયું છે. જીલ્લામાં છુટા છવાયા ઝાપટાથી લઇ એક ઇંચ જેટલો વરસાદ પડતા લોકો અને તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે.

આજે સવારે ૮ કલાકે પુરા થતા છેલ્લા ર૪ કલાક દરમ્યાન ભાવનગરમાં પ મી.મી. સિંહોરમાં પ મી.મી. ઘોઘામાં ૧પ મીમી વલ્લભીપુરમાં પ મીમી મહુવામાં રપ મી.મી. તળાજામાં ૧ મી.મી. ગારીયાધારમાં ૧ર મી.મી. જેસરમાં ૪ મી.મી. અને ઉમરાળામાં ૩ મી.મી. વરસાદ નોંધાયો છે.

આજે બુધવારે સવારે ભાવનગર શહેરમાં છુપ-છાંવનો માહોલ રહયો છે.

જામનગર

જામનગરઃશહેરનું તાપમાન ર૯.પ મહતમ ર૬ લઘુતમ ૧૦૦ ટકા વાતાવરણમાં ભેજનું  પ્રમાણ ૮.પ કી.મી. પ્રતિ કલાક પવનની ઝડપ છેલ્લા ર૪ કલાકમાં જામનગર મી.મી. કાલાવડ ૬૯, લાલપુર પ૮, જામજોધપુર પ૬, ધ્રોલ ૧પ, જોડીયા ૧૮ મી.મી. વરસાદ નોંધાયો છે. સવારે વરસાદે વિરામ લીધો છે અને સુર્યદાદાએ દર્શન આપ્યા છે.(૪.૩)

(4:19 pm IST)