Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

બજાણા, થાન, સાયલામાં ખોરાકી ઝેરની અસર અને વિજશોકથી ૧૭ પશુના મોત

વઢવાણ, તા., ૧૯: સુરેન્દ્રનગર જિલ્લામાં નાના મોટા  સતર જેટલા જીવોના ખોરાકી અસરના કારણે મોત નિપજયા છે. જયારે ૭ જેટલા પશુઓ હાલમાં પણ ખોરાકી ઝેરી ચડવાના કારણે સારવારમાં રખાયા છે. માલધારીઓમાં શોકની લાગણી છવાઇ જવા પામેલ છે.

પાટડી તાલુકાના બજાણા ગામે ખોરાકી ઝેરની અસરના કારણે ટપોટપ પશુઓ મરવા લાગ્યા હતા. ત્યારે બજાણા ગામે ૧ર પશુઓના મોત નિપજયા હતા. જેમાં ભોજાભાઇ કરમણભાઇ ભરવાડ અરજણભાઇ લાલાભાઇ ભરવાડ, જકસી ભાણાભાઇ ભરવાડ અને ભરત બળદેવ ભરવાડના મળીને સાત ગાયો એક સાંઢ બે કુતરા અને બે બકરા સહીત ૧રના મોત નિપજયા હતા. જયારે મૃતક પશુઓના લોહીના નમુના લેવાયા છે. રિપોર્ટ કરવા મોકલ્યા છે.

થાનના જોગઆશ્રમ રોડ ઉપર શહેરમાં ફરતા આખલાઓને એકાએક ખોરાકી ઝેરી અસર થતા જમીન ઉપર છતા પડી અને તડફડીયા મારી મારીને વારા ફરતી એક-એક કરી ચાર આખલાના મોત નિપજયા જયારે સાત આખલાઓને સારવાર માટે ખસેડવાની ફરજ પડેલ હતી. જયારે થાનના સરપંચ જયરાજભાઇ ખાચર બનેલ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ત્યારે પશુ ડોકટર સાગર ભાઇ પટેલ જણાવેલ હતુ કે ખેતીમાં વપરાતા પેસ્ટી સાઇડ દવાના કારણે આ પશુઓને ખોરાકી ઝેરી અસર થવાના કારણે મોત નિપજયા છે.

સાયલા સુદામડા દરવાજા પાસે આવેલ આંખની હોસ્પીટલ નજીકમાં ટીસીના ફયુઝ બોક્ષ શોર્ટ સરકીટ થવાના બનાવમાં જયાંથી એક આખલો પસાર થતો હતો. જેને અચાનક શોક લાગવાની ઘટનામાં સ્થળ ઉપર જ મોત નિપજવાની ઘટના બનેલ. (૪.૫)

(3:59 pm IST)