Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

જામનગરમાં ફાયનાન્સ લોનનાં ૮ ટ્રકો ભંગાવી નાંખતી ગેંગના ર શખ્સો ઝડપાયા

ટ્રકો રાજકોટમાં ભંગારના સ્ક્રેપમાં કપાવતા હોવાની કબુલાત

જામનગર તા. ૧૯ :.. ફાયનાન્સ લોનના ૮ ટ્રકોને ગેરકાયદે રીતે ટ્રકો ભંગાવી નાખતી ગેંગના ર શખ્સોને જામનગર એલસીબી ટીમે ઝડપી  પડયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ફરીયાદી વિનોદકુમાર ચંદ્રમણી કુશવાહા રહે. જામનગર વાળાની એડમેનમ ફાઇનાન્સ લીમીટેડ કંપની પાસેથી આરોપી જાવેદ દલ વાળાએ ટ્રક જીજે-૧૦-ટીવી-૬૦૦૯ તથા ટ્રક જીજે-૧ર-વાય. ૯૮૧૧ ની લોન લઇ બદદાનતથી લોન ભરપાઇ ન કરવી પડે તે માટે આરોપી, જાવેદ દલ તથા આરોપી અસલમ કુરેશી સાથે મળી ટ્રકો ભંગાર સ્કેપમાં કપાવી નાખી ફાયનાન્સ કંપની સાથે વિશ્વાસઘાતનો ગુનો આચરેલની ફરીયાદ નોંધાયેલ હતી.

જેથી પોલીસ અધિક્ષક શ્રી પ્રદીપ શેજુળના માર્ગદર્શન તથા એલસીબી પોલીસ ઇન્સ. આર. એ. ડોડીયાની સુચના મુજબ એલ. સી. બી. સ્ટાફના માણસો વણશોધાયેલ ચોરીના ગુના શોધી કાઢવા તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીને પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતાં.

આ દરમ્યાન એલસીબીના ભગીરથસિંહ  સરવૈયા તથા હરદિપભાઇ ધાંધલને બાતમી રાહે હકિકત મળેલ કે, જાવેદ હાજીભાઇ દલ રહે બેડ વાળો એડમેનમ ફાઇનાન્સ લીમીટેડ ની કંપનીમાંથી ફાયનાન્સ પર ટ્રકો ખરીદી કરી આ ટ્રકોના લોનના હપ્તાઓ ન ભરવા પડે તે માટે આ ટ્રકોલ દલાલ આરોપી અસલમ ઉર્ફે રમજાન અકબર હુસેન કુરેશી રહે. બેડેશ્વર જામનગર વાળા સાથે મળી મોટા પ્રમાણમાં આવી ફાયનાન્સની ટ્રકો ભંગાર સ્કેપમાં કપાવી નાખેલ અને આ બન્ને ઇસમો હાલે જામનગર વીકટોરીયા પુલ પાસે અન્ય ટ્રકોના સોદાઓ કરવા એકઠા  થવાના છે તેવી હકિકત મળતા મજકુર (૧) જાવેદ હાજીભાઇ દલ સંધિ રહે બેડ તાજી જામનગર તથા (ર) અસલમ ઉર્ફે રમજાન અકબર હુસેન કુરેશી રહે બેડશ્વર જામનગર વાળાઓને પકડી પાડી બન્ને ઇસમોની પુછપરછ કરતા નીચે મુજબના ટ્રકો રીફાયનાન્સમાં ખરીદ કરેલા હોય જે ટ્રકોના મોટા હપ્તાઓ ચુકવવા ન પડે જેથી તે ટ્રકો રાજકોટ ખાતે ભંગારના સ્ક્રેપમાં કપાવી ગુનાહીત નેટવર્ક ચલાવતા હોવાની કબુલાત કરેલ છે.

પોલીસ ટીમે તપાસ કરતા ટ્રક જીજે-૧૦-ટીવી-૬૦૦૯ ની રૂ. ૩,પ૦,૦૦૦ (એડમેનમ ફાઇનાન્સ લીમીટેડ), ટ્રક જીજે-૧ર-વાય. ૯૮૧૧ ની રૂ. ૩,પ૦,૦૦૦ (એડમેનમ ફાઇનાન્સ લીમીટેડ), ટ્રક જીજે-૧ર-એકસ-રપ૧૩ ની રૂ. ૩,૦૦,૦૦૦ (શ્રીરામ ફાઇનાન્સ લીમીટેડ), ટ્રક જીજે-૧૦-એકસ-૭૭૪૭ ની રૂ. ૩,૦૦,૦૦૦ (શ્રીરામ ફાઇનાન્સ લીમીટેડ), અર્જુનસિંહ જાડેજા રહે મોટી ખાવડી વાળાનું ડમ્પર કિ. રૂ. ૩,પ૦,૦૦૦ (શ્રીરામ ફાઇનાન્સ લીમીટેડ), વિજયસિંહ દરબાર રહે. સિગયગામ વાળાનો ટ્રક કિ. રૂ. ૩,પ૦,૦૦૦ (શ્રીરામ ફાઇનાન્સ લીમીટેડ), નવલસિંહ દરબાર રહે સિગયગામ વાળાનો ટ્રક નં. જીજે-૧૯-ટી-૩૮૬પ (કિ. રૂ. ૪,૦૦,૦૦૦ (એડમેનમ ફાઇનાન્સ લી.)   રામદેવસિંહ સોઢા રહે. રામશ્વરનગર જામનગર વાળાનો ટ્રક કિ. રૂ.૩,પ૦,૦૦૦(આઇઆઇએફએલ ફાયનાન્સ કંપની) રાજકોટ ભંગારમાં સ્ક્રેપ વાળા જમાલ મેતરને સસ્તા ભાવે કપાવવા માટે આપ્યા હોવાનું ખર્ચી તેમજ જીજે-૧૦-એકસ-પ૯૯૪ ની ટ્રકમાં ફાયનાન્સના હપ્તા ન ભરવા પડે તે માટે વેરાવળમાં પ્રવિણભાઇ મેરને વેચાણ કરી આપેલ હોવાનું જણાવેલ છે અને આ ૯ ટ્રકોના રૂપિયા ફાયનાન્સમાં આશરે કિ.રૂ.૩૦,૦૦,૦૦૦ ભરવા ના પડે તે માટે ગુન્હો આચરેલ હોય મજકુર બન્ને ઉપરોકત ગુનાના કામે એ.એસ.આઇ.જયુભા ઝાલાએ કાયદેસર કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે.

આ કાર્યવાહી પોઇ.ન્સ. આર.એ.ડોડીયાની સુચનાથી પો.સ.ઇ. વી.વી.વાગડીયા વીએમ લગારીયા તથા એલ.સી.બી.સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઇ આહીર, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, રામદેવસિંહ ઝાલા, ભગીરથસિંહ સરવૈયા, કમલેશભાઇ રબારી, પ્રતાપભાઇ ખાચર હરદીપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી.જાડેજા, નિર્મળસિંહ એસ.જાડેજા, મીતશેભાઇ પટેલ, બળવંતસિંહ પરમાર, દિનેશભાઇ ગોહિલ, લખમણભાઇ ભાટીયા, એ. બી.જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

 

(3:39 pm IST)
  • ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે 23 ગામો સંપર્કવિહોણાં:15 કોઝવે પાણીમાં ગરકાઉ access_time 8:50 pm IST

  • સાબરકાંઠા: વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં ગોટાળાને લઈને ACBના દરોડા access_time 8:50 pm IST

  • સબરીમાલા મંદિરમાં મહિલાઓને પણ પ્રવેશનો અધિકાર :મંદિર કોઈ ખાનગી મિલકત નથી, તેમાં કોઈપણ જઈ શકે છે: સુપ્રીમની ટિપ્પણી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યું છે કે દેશમાં પ્રાઈવેટ મંદિરનો કોઈ સિદ્ધાંત નથી:તે જાહેર સ્થળ છે. જો પુરૂષો જઈ શકે છે તો મહિલાઓને પણ પ્રવેશની અનુમતિ મળવી જોઈએ access_time 12:47 am IST