Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

કચ્છ પંથકમાં ઝરમર વરસાદ :એક કોઝવે તૂટી પડ્યો :માંડવી -કાઠડાને જોડતો પુલ ધોવાયો

કચ્છમાં ઝરમર વરસાદમાં રોડ પરનો કોઝ વે તૂટી પડ્યો છે. માંડવી અને કાઠડાને જોડતા માર્ગ પરનો પુલ ધોવાતાં વાહનોની અવરજવર બંધ થઇ છે. ઝરમર વરસાદ વચ્ચે પુલનો અડધો ભાગ ધરાશાઇ થયો છે.વધુ વરસાદ પડે તો કોઝ વે પૂરો ધોવાઇ જવાની સંભાવના છે. જેથી આ માર્ગ પરના ગામ સંપર્ક વિહોણા બને તેવી શક્યતા છે. વહીવટી તંત્રને છેલ્લા કેટલાય સમયથી જાણ કરી હોવા છતાં કોઈ પગલાં નથી લેવાયા.

(2:02 pm IST)