Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

સાવરકુંડલા પાલિકાનાં કોંગ્રેસના ૪ બળવાખોર સદસ્યોને પક્ષાંતર ધારા હેઠળ નોટીસ

સાવરકુંડલા તા. ૧૯: નગરપાલિકાના ૩૬ સભ્યોના બોર્ડમાં ૨૦ સભ્ય કોંગ્રેસ પાસે અને ૧૬ સભ્ય ભાજપ પાસે હતા તેવી સ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ માટેના બીજા અઢી વર્ષની ટર્મ માટેની ચૂંટણીમાં કોંગ્રેસ માંથી વિપુલભાઇ નારણભાઇ ઉનાવા, ગીતાબેન ભુપતભાઇ દેગામા, નયનાબેન અતુલભાઇ કાપડીયા, કૈલાસબેન જગદીશભાઇ ડાભી, આ ચાર સભ્યોએ કોંગ્રેસ વિરૂધ્ધ બળવો કરી ભાજપ ભેગા ભળી જતા આ ચાર બળવાખોર સભ્યો સામે પક્ષાંતર ધારા નીચે પક્ષાંતર અધિકારી તે અનુસંધાને ગુજરાત રાજયના નામાંકિત અધિકારી અને સચિવ શ્રી રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા આ બળવાખોર સભ્યોને નોટીસ પાઠવી જણાવેલ હતું કે ગુજરાત પક્ષાંતર ધારા ૧૯૮૬ની કલમ-૩ હેઠળ રજુ કરેલ અરજી અંગેની પ્રથમ સુનાવણી પરિશીષ્ટમાં જણાવેલ સમયે અને સ્થળે રાખવામાં આવેલ  છે. સદર મુદતના સમયે આપ શ્રી તથા આપના અધિકૃત પ્રતિનિધી અરજીના જવાબ સાથે આધાર પુરાવા સહિત હાજર રહેવા સુચના આપવામાં આવેલ છે.

આ નોટીસ પાઠવવા થી કોંગ્રેસના ચાર બળવાખોર બાગી સભ્યોમાં ચિંતા પ્રસરી છે.

અત્રે ઉલ્લેખનીય એ વાતનું છે કે, કોંગ્રેસ પક્ષ અત્યારે ખુબ જ આક્રમક મુડમાં જોવા મળી રહી છે. ત્યારે સાવરકુંડલા કોંગ્રેસના ૧૬ સદસ્યો માંથી એક જ સુર વહેતો થયેલ છે કે આ બળવાખોર સભ્યોને કોંગ્રેસમાં પરત ન લેવા અને પક્ષાંતર ધારા મુજબ ડિસ્કવોલીફાઇડ કરવા નિર્ધાર વ્યકત કરેલ છે.

(12:46 pm IST)