Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

પોરબંદર કાંઠે ફસાયેલ હેનરી બોટનો કરોડોનો ડીઝલ જથ્થો કસ્ટમ દ્વારા સીઝ

નાર્કોટીકસ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બોટનું હરરાજીથી વેચાણ બાદ હજુ કસ્ટમ કલીયરન્સ બાકી

પોરબંદર તા.૧૯: અહીં વ્હોરાવાડ દરિયા કાંઠે ત્રણેક દિવસથી ફસાયેલ હેનરી નામની બોટનો ડીઝલ જથ્થો કસ્ટમ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. આ ડીઝલ જથ્થાની કિંમત કરોડોની થવા જાય છે.

એક વર્ષ પહેલા ૪૫૦૦ કરોડના હેરોઇનની હેરફેરમાં ઝડપાયેલ હેનરી નામની ખાલી બોટનું નાર્કોટીકસ એન્ડ ડ્રગસ વિભાગ દ્વારા હરરાજીથી વેચાણ કરી નાખેલ હતું.

વેચાણ સમયે બોટમાં કરોડો રૂપિયાનું ડીઝલ ભરેલ હતું. આ બોટ ખરીદ કરનાર પાર્ટી દ્વારા હજુ કસ્ટમ કલીયરન્સ બાકી હોય બોટનો ડીઝલ જથ્થો કસ્ટમ દ્વારા સીઝ કરવામાં આવેલ છે. કસ્ટમ કલીયરન્સ બાદ આ ડીઝલ જથ્થો પરત સોંપી દેવાશે.

કોસ્ટગાર્ડ દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને હેનરી બોટના ૬ ખલાસીઓને બચાવી લેવામાં આવેલ ત્યારબાદ ડીઝલ પમ્પીંગની કામગીરી સમયે કસ્ટમ દ્વારા ડીઝલ જથ્થો સીઝ કરવામાં આવેલ છે.

(12:46 pm IST)